રાજકોટ:તા 17
રાજકોટ સીટી પોલીસ અને જ્યોતિ સીએનસી આયોજિત 12મી ઓપન ગુજરાત ફૂટબોલ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. આ ટૂર્નામેન્ટમાં રાજ્યની નામાંકિત 29 ટીમોએ ભાગ લીધો હતો. રેસકોર્ષના ફૂટબોલ ગ્રાઉન્ડ પર તા.9-6-2024થી શરૂ થયેલી ડે એન્ડ નાઇટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ફૂટબોલ ફેડરેશનના માન્ય રેફરી, ટેકનિકલ સભ્યોએ સેવા આપી હતી. તા.16ને રવિવારે ટૂર્નામેન્ટનો ફાઇનલ મેચ રમાયો હતો.
ફાઇનલ મેચમાં જામનગરની એચ.આર. માડમ ટ્રસ્ટની ટીમે ગાંધીનગર ફૂટબોલ કલબને 4-1થી પરાજિત કરી 12મી સિઝનનો કપ કબજે કર્યો હતો. ચેમ્પિયન બનેલી જામનગરની ટીમને રૂ.51 હજારનું રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફિ, રનર અપ બનેલી ટીમને રૂ.35 હજારનું રોકડ પુરસ્કાર અને ટ્રોફિ, તેમજ ત્રીજા અને ચોથા સ્થાનમાં રહેલી અમદાવાદની સેંટ જોસેફ ટીમ, રાજકોટ વાયસીસી ટીમને પણ ટ્રોફી, રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચેમ્પિયન અને રનર અપ ટીમને જ્યોતિ સીએનસીના ડિરેકટર વિક્રમસિંહ રાણા, એસીપી જાદવ સહિતના અધિકારીઓના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.
રાજકોટ શહેર પોલીસના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી એમ.આઇ. પઠાણ, એસીપી જે.બી.ગઢવી, એસીપી બી.વી.જાદવ, આરપીઆઇ એમ.બી. મકવાણા, અનિલ દવે, પૂનમ પંડિત, સંજય પંડયા, પરેશ સોઢા, અસ્લમ બ્લોચ, જ્યોતિ સીએનસીના કૌશિકભાઇ સોલંકી, અહેસાસ ટ્રસ્ટના નિશ્ર્ચલ ભાઈ સંઘવી, મિતેશભાઈ શાહ, રાજકોટ ડિસ્ટ્રિકટ ફૂટબોલ એસો.ના રોહિત બુંદેલા, અમૃતલાલ બહુરાશી, જયેશ કનોજિયા તેમજ ફૂટબોલના સિનિયર-જૂનિયર ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy