મોદી સ્કૂલ્સ દ્વારા
વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેફટી વિભાગના એચ.પી.ગઢવી અને તેમની ટીમ દ્વારા આગ બુઝાવવાના વિવિધ ઉપકરણો અને ફાયર સેફટી વ્હીકલના કામગીરી વિશે વિસ્તૃત માહિતી સાથે શાળાના વિદ્યાર્થીઓને લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને માર્ગદર્શન મેળવેલ, અને ભવિષ્યની આકસ્મિક ઘટનાઓ સામે સચેત થવા માટે સજજ થયા હતા.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. આર.પી. મોદી તથા મેનેજિંગ ડિરેકટર ધવલભાઈ મોદી, આત્મનભાઈ મોદી ઉપસ્થિત રહી ફાયર સેફટીના અધિકારીઓને અભિનંદન સાથે આભારની લાગણી વ્યકત કરેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy