જામનગર તા.26:
જામનગર શહેરમાં જુગાર રમવો હવે આમ બાબત બની ગઇ હોય તેમ ગઇકાલે શહેરમાંથી પોલીસે બે જુગારના મંડાયેલા પાટલા પર દરોડા પાડયા હતાં. પોલીસે પત્તા ટીંચતા અને ઘોડીપાસાનો જુગાર રમતાં 11 શકુની શિષ્યોને પકડી પાડ્યા હતાં. પોલીસે પકડાયેલા શખ્સોના કબ્જામાંથી કુલ 22 હજારની ઉપરાંતની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સિટી સી ડિવિઝન પોલીસ મથકેથી જુગારના પ્રથમ દરોડાની વિગત મુજબ પોલીસે બાતમીના આધારે શેરના શંકરટેકરી, રામનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલાં ટમુભા બચુભા પરમાર (ઉ.વ.58, રહે.શંકરટેકરી, શેરી નં.6, ખાડામાં, જામનગર), વિજયભાઇ અમુભાઇ સોલંકી (રહે.શંકરટેકરી, શાસ્ત્રીનગર, સોરઠિયા પ્રજાપતિની વાડી પાછળ, જામનગર), અશોકભાઇ વસરામભાઇ ડાભી (રહે.શંકરટેકરી, શેરી નં.7, રામનગર, જામનગર), હિતેશભાઇ કાળુભાઇ સાવસલિયા (રહે.શંકરટેકરી, રામનગરના ખાડે, જામનગર), મેઘજીભાઇ ખોડાભાઇ ચોપડા (રહે.શંકરટેકરી, પ્રજાપતિની વાડી પાછળ, રામનગર ખાડો, જામનગર), દિપકભાઇ જીતુભાઇ નાખવા (રહે.શંકરટેકરી, ખોડિયાર માતાજીના મંદિર પાસે, રામનગર ખાડો, જામનગર) નામના છ શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતાં. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.10,030 ની રોકડ રકમ કબ્જે કરી તમમા વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી ઘોડીપાસાના દરોડાની વિગત મુજબ શહેરના આશાપુરા મંદિરની સામે, કોટવાળ ફળી, ઇમ્તીયાઝ અનવર સોરઠિયાના રહેણાંક મકાન પાસે સ્ટ્રીટલાઇટના અજવો જાહેરમાં ઘોડીપાસા ફેંકી જુગાર રમી રહેલાં અજય લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.36, રહે.મહાપ્રભુજીની બેઠક, રાધિકા સ્કૂલ પાસે, શ્યામગ્રીન સોસાયટી, જામનગર), રફીક રજાકભાઇ અગવાન (ઉ.વ.32, રહે.પટ્ટણીવાડ, પુરબિયાની ખડકી, મસ્ત મંડપની બાજુમાં, જામનગર), અસગર ઇબ્રાહીમભાઇ કુરેશી (ઉ.વ.49, રહે.પટ્ટણીવાડ, પુરબિયાની ખડકી, જામનગર) અને ઇમ્તીયાજ અનવરભાઇ સોરઠિયા (ઉ.વ.42, રહે.શાકમાર્કેટ, આશાપુરા મંદિર સામે, કોટવાળ ફળી, જામનગર) નામના ચાર શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તમામના કબ્જામાંથી રૂા.12,280ની રોકડ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy