સિવિલ હોસ્પિટલને મલ્ટીપેરા મોનિટર વિથ ઈ.ટી.કો.-2 ટાઈપના 3 મશીનો દાનમાં મળ્યા

Local | Rajkot | 17 June, 2024 | 04:22 PM
મલ્ટિપેરા મોનિટર હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઓક્સિજન, શ્વસન દર અને તાપમાન જેવા પરિમાણો પર રીઅલ-ટાઇમ ડેટા આપે છે
સાંજ સમાચાર

રાજકોટ તા. 17

રાજકોટ પી.ડી. યુ. સિવિલ હોસ્પિટલને નિયતિ વૈદ અને બ્રિજેન વેદ (લોસ એંજલસ, યુ.એસ.એ) દ્વારા મલ્ટીપેરા મોનિટર વિથ ઈ.ટી.કો-ર એવા ત્રણ મશીન દાનમાં આપવામાં આવ્યા છે. સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ આ મશીનની વિષેશતાઓ અંગે જણાવ્યું હતું કે, મલ્ટિપેરા મોનિટર એ એક અત્યાધુનિક તબીબી ઉપકરણ છે. જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના વિવિધ મહત્વપૂર્ણ સંકેતોનું સતત નિરીક્ષણ અને રેકોર્ડ કરવાની સુવિધા પુરી પાડે છે. આ મોનિટર હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઓક્સિજન સંતૃપ્તિ, શ્વસન દર અને તાપમાન જેવા પરિમાણો પર રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે. આ તકે તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ દાતા નિયતિ વૈદ અને બ્રિજેન વેદના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj