(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી વાતાવરણ સર્જાય પામ્યો છે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ઝેરી જનાવરો કરડવાના બનાવો વધ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક આવેલા નાની મોલડી વિસ્તારમાં વધુ એક વખત ઝેરી જનાવર કરડવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાની મોલડી નજીક 27 વર્ષે યુવતી ને ઝેરી સાપ કરડ્યો છે ડાબા પગે ઝેરી સાપ કરતા 27 વર્ષે યુવતીનું મોત નીપજવા પામ્યું છે ત્યારે પરિવાર પણ શોક મગ્ન બન્યો છે..
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાની મોલડી વિસ્તારમાં પન્નાબેન ઉદયભાઇ જેબલિયા પોતાના પિતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન પોતાના પિતાના ઘરે હતા તે દરમિયાન ડાબા પગે ઝેરી સાપ કરડી જતા ચોટીલા સારવાર માટે તેમને લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જોકે જેરી સાપ કરડવાના સુરેન્દ્રનગર જિલ્લામાં બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવવામાં 27 વર્ષે યુવતીનું મોત નીપજવા પામ્યું છે.
ઘટનાની જાણ થતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને અમરેલીના બાબરા જિલ્લા ખાતે મૃતક યુવતીના સાસરીયા પક્ષ પણ ચોટીલા ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઝેરી સાપ કરડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક વખત ઝેરી સાપ યુવતીને ડાબા પગે કરડતા તેનું મોત નીપજવા પામ્યો છે ત્યારે પરિવાર શોક મગ્ન બન્યો છે અને યુવતીના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે..
27 વર્ષીય યુવતીના મોત બાદ પરિવારજનોમાં ફેલાયો શોક સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝેરી જનાવરો કરડવાના વધ્યા બનાવો ક્યારે આ અંગે ચોટીલા પોલીસને જાણ થતા ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં આ અંગે તપાસો આપવામાં આવી છે અને યુવતીના મોત બાદ પરિવારજનો પણ શોક મગ્ન બની ચૂક્યા છે અને આજ સંદર્ભે નાની મોલડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy