(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર શહેરમાં મારામારી લૂંટફાટ અને ચોરીના બનાવો સતત વધી રહ્યા છે પરંતુ હવે સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલા ગેબનશાપીર સર્કલ પાસે તો એવો બનાવ બન્યો છે કે સર્કલ પાસે હોમગાર્ડ જવાન અને જી.આર.ડી જવાનો વચ્ચે મારામારીની ઘટનાઓ બની છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ વઢવાણ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ચોરી લૂંટફાટ મારામારીના વધતા બનાવો ચિંતાનો વિષય છે પરંતુ હવે તો ખાખી વર્દી ધારીઓ પણ સામસામે ઝઘડો કરવા લાગ્યા છે તેનો તાજો પુરાવો વઢવાણ ગેબનશાપીર નજીક બનેલી ઘટના દર્શાવી રહ્યો છે.
ત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ વઢવાણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે વઢવાણ પોલીસે એક જીઆરડી જવાન અને બે હોમગાર્ડ જવાન સામે ગુનો દાખલ કર્યો છે જેમાં શૈલેષભાઈ રાજુભાઈ કે જે જી.આર.ડી જવાનમાં ફરજ બજાવે છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હોમગાર્ડ માં ફરજ બજાવતા બે જવાનો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં શૈલેષભાઈ પરમાર અને અમિતભાઈ પરમાર સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડિસિપ્લિન પહોંચવા નોકરી કરવાની હોય છે પરંતુ આ જવાનો ડિસિપ્લિન ભૂલ્યા હતા અને પોલીસ ખાતાને ન શોભે અને લાછન લાગે તેવું શોભા ન દેતું વર્તન કરવામાં આવ્યું હતું અને સામસામે અશ્લીલ ગાળો આપવામાં આવી હતી અને મારા મારી ઝઘડો કરી અને શાંતિ સુલેનો ભંગ કરવામાં આવી હોવાની કલમો લગાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ આ મારામારીનું મૂળ કારણ શું હતું તે હજુ સુધી પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જેને લઇને વઢવાણ પોલીસ ફરી એક વખત શંકા ના દાયરામાં આવી છે લોક મૂકે એવી ચર્ચા છે કે ગેબનશાપીર સર્કલ પોઇન્ટ વહાન ચાલકો પાસે થી પોલીસ ઉઘરાણા માટે પ્રખ્યાત છે જેમાં જીઆરડી અને હોમગાર્ડ જવાનોનો ઉપયોગ કરવામાં આવે છે.તે બાબતે હોમગાર્ડ જવાન અને જીઆરડી વચ્ચે મારામારી થઈ હોવાની શંકા.હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાનો જાહેરમાં કેમ બાખડીયા તે અંગેનો પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં ન આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy