(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.17
આંતરાષ્ટ્રીય યોગ દિવસની મોરબી જિલ્લામાં ઉજવણી સંદર્ભે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ માટે જિલ્લા વહિવટી તંત્રના સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
21 જૂન યોગ દિવસે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના તેમજ તાલુકા, નગરપાલિકા અને ગ્રામીણ કક્ષાએ યોજાનાર કાર્યક્રમો અનુસંધાને સ્ટેજ, મંડપ, બેઠક વ્યવસ્થા, આમંત્રણ કાર્ડ, સાઉન્ડ સિસ્ટમ, ટ્રાફિક નિયમ અને પાર્કિંગ, સફાઈ, દિવ્યાંગ માટેની વ્યવસ્થાઓ, પીવાના પાણી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ કરવા માટે નિવાસી અધિક કલેક્ટરએ સબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વિશ્વ યોગ દિવસની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમની સાથે તમામ તાલુકા કક્ષાએ અને નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આઈકોનિક પ્લેસ તરીકે મોરબીમાં મણીમંદીર ખાતે પણ યોગ દિવસ અંતર્ગત સવિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy