રાજકોટ, તા. 17
શહેરના વોર્ડ નં. 1પમાં આજી ડેમ પાસેના રામવન ગેટ સામે સરકારમાંથી મળેલી જગ્યામાં બ્લોક પ્લાન્ટેશન કરાવવા કાલની સ્ટે.કમીટીની મીટીંગમાં દરખાસ્ત મુકવામાં આવી છે. રામવન સામે આ રીતે મીયાવાંકી જેવું મીની ફોરેસ્ટ ઉભુ કરવામાં આવશે.
આ ઉપરાંત અર્બન ફોરેસ્ટ રામવનની નિભાવણી તથા શાખાની અન્ય કામગીરી માટે મજુર સપ્લાયનો બે વર્ષનો કોન્ટ્રાકટ પણ કરવામાં આવશે. શહેરના નાગરિકોને પ્રદુષણથી દુર રમણીય અર્બન ફોરેસ્ટ આજી ડેમ ડાઉન સ્ટ્રીમમાં 47 એકરમાં મળ્યું છે. જેમાં 81થી વધુ વિવિધ પ્રજાતિના કુલ 80 હજારથી વધુ પ્લાન્ટસ, પામ, એવન્યુ ટ્રી વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની બે વર્ષની જાળવણીનો નવો કોન્ટ્રાકટ આપવા 8ર.રપ લાખનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. રી-ટેન્ડરમાં પી.એમ. એન્ટરપ્રાઇઝે ભાવોભાવ કામ કરવા તૈયારી દર્શાવી છે. આ એજન્સીને કામ આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે.
લાખના બંગલા રોડ
વોર્ડ નં.1માં લાખના બંગલાવાળા રોડ પર સત્યનારાયણનગર મેઇન રોડથી શીતલ પાર્ક મેઇન રોડ સુધી ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન માટે પપ.40 લાખના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ચકુભાઇ હિરાભાઇ પરમારે પાંચ ટકા ઓનથી કામ કરવા સૌથી નીચી ઓફર આવતા જીએસટી સહિત 68.64 લાખના ખર્ચે આ કામ કરાવવામાં આવશે. પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે લાયન સફારી પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ તેમજ ચેઇન લીંક ફેન્સીંગ દિવાલ બનાવવાના કામની દરખાસ્ત પણ આવી છે. બેઠકમાં ગત વખતની પેન્ડીંગ કર્મચારીઓને મેડીકલ સહાયની દરખાસ્ત પણ જોડવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy