જામનગર તા.17: બનાસકાઠાના પાલનપુરથી ગાંજાનો જથ્થો જામનગર શહેરમાં સપ્લાય કરવા આવતાં શખસને એસઓજીએ 2 કીલો 800 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો છે. જેમાં સપ્લાયર અને રીસીવરનું નામ ખુલતા પોલીસે બન્ને શખસોને ફરાર જાહેર કર્યા છે.
જામનગર શહેરના દિગજામ સર્કલ પાસે આવેલ મહાનગરપાલિકાના પાણીના ટાકાના ગેઈટ પાસે એક શખસ ગાંજાનો થેલો ભરીને સપ્લાય કરવા આવ્યો હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઈ બી. એન.ચૌધરીની સુચનાથી પીએસઆઈ એલ.એમ.ઝેરએ સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને દિનેશભાઈ સાગઠીયા સહિતની ટીમે દરોડો પાડયો હતો.
આરોપીને આંતરીને થેલાની તલાસી લેતાં તેમાંથી રૂ.28 હજારની કિંમતનો ર કિલો 800 ગ્રામ ગાંજો મળી આવતાં બનાસકાંઠાના પાલનપુર ઝુપડ પટ્ટીમાં રહેતો મનોજ હરીસિંગ કોળીને ઝડપી લીધો હતો.
તેના કબ્જામાંથી મોબાઈલ ફોન મળીને કુલ રૂ.38 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની પુછપરછ કરતાં તેને બનાસકાંઠાના કિશન હરીસિંહ કોળીએ સપ્લાય કર્યો છે અને જામનગરના રાજા કોળીને આપવાનો હોવાનું જણાવ્યું હતું. ફરાર આરોપીઓને પકડવા માટે બનાસકાંંઠા સુધી તપાસ લંબાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy