(જીજ્ઞેશ પટેલ દ્વારા) માણાવદર તા.17
માણાવદર પાલિકા દ્વારા ચોમાસાની શરૂઆત થઈ ત્યારે જ હવે કોન્ટ્રાકટની કામગીરી કરી રૂા.6.75 લાખની જંગી રકમથી કોન્ટ્રાકટ અપાયો જેમાં 16 ગટરો પેટા ગટરોની સફાઈ કરવાનું કહેવાયું. પ્રિ-મોન્સુન કામગીરી ચોમાસુ ચાલુ થઈ ચુકયુ છે ત્યારે પ્રજાજનોની ધારાસભાને ઠેર-ઠેર ગટરો ગંદકીથી ખદબદતી હોવાની સફાઈ પુરતી નહી થઈ હોવાની પ્રજાજનોની ફરિયાદ થઈ છે.
જંગી રકમોથી સફાઈમાં અનેક ગટરો-વિસ્તારોનો સમાવેશ નહી થયો હોવાની પ્રજાજનોની વ્યાપક ફરિયાદો છે ત્યારે વહીવટદાર સામે શંકા ઉપજાવે તેવી કામગીરી ઉચ્ચકક્ષાની તપાસ કરવા લોકમાંગ ઉઠવા પામી છે. પહેલા 27 ગટરો સફાઈ કરાતી સાથે પેટાગટરો પણ હતી. નવા કોન્ટ્રાકટમાં માત્ર 16 ગટરો પેટાગટરો લખી છે
ત્યારે બાકીની ગટરો કયાં ગાયબ કરી દીધી. લોકમુખે વહીવટદાર બાકી જાદુગર હોય તેવી ચર્ચા થઈ રહી છે. જે કામગીરી બે મહિના પહેલા થવી જોઈએ તે ચોમાસાની શરૂઆત થવા ટાણે કોન્ટ્રાકટ આપ્યો. અનેક ગટરો વિસ્તારો ગાયબ કરી દેવા ગટરો સફાઈ લોટ-પાણી લાકડા કરવા તેજ વહીવટદારનો વહીવટ કેવો? તે ચર્ચાના ચકડોળે ચઢયો છે. નગરજનોએ ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરી ધારાસભ્યએ તાકીદે સ્ટોપ પેમેન્ટ કરવા સૂચના આપી હવે ચોમાસુ શરૂ થયું ગટરો તો ભરાયેલી છે તો બીલો શું કામ ચૂકવો? ચર્ચા જનતા કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy