જામનગર તા.17:
જામનગરમાં ડોર-ટુ-ડોર કચરો લેવા આવતા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના વાહનોમાં ડ્રાઈવરોને સાઈડ ઈન્કમની છૂટ આપવામાં આવી હોવાને કારણે અકસ્માતની સ્થિતિ સર્જાય એટલા મોટા કોથળા કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ટીંગાડીને સરકારી ખર્ચ થતી કામગીરીનો લાભ લેવામાં આવે છે. પરંતુ આ પ્રવૃત્તિ માર્ગ અકસ્માતનું કારણ બને તેવી કચરા ગાડીની સાઈઝ થવા પામી છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજીયાત હેલ્પર રાખવાના નિયમનો પણ ભંગ થતો હોવાનું જોવા મળે છે.
જામનગરમાં ડોર-ટુ-ડોર કચરો લેવા આવતા વાહનોમાં સુકો કચરો અને ભીનો કચરો એકઠો કરવાના બે મોટા ખાના હોવા છતાં તેમજ વાહનોમાં ફરજીયાત ડ્રાઈવરો સાથે બે હેલ્પર રાખવાની ટેન્ડરની શરતો મુજબ જોગવાઈ કરવાની હોવા છતાં તંત્રની મીઠી હેઠળ શહેરના દરેક વિસ્તારમાં આ કામગીરીમાં ડ્રાઈવરો હેલ્પરને બદલે પરિવારજન કે પત્નીને સાથે રાખીને તેના મારફત વાહનોમાં અનઅધિકૃત રીતે મોટા મોટા છ થી સાથે કોથળા ટીંગાડીને તેમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને તેને વેંચવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
ડ્રાઈવરોની આ આર્થિક પ્રવૃત્તિને તંત્રના પ્રોત્સાહનને કારણે વાહન ઓવર લોડેડ થાય છે. તેમજ વાહન અકસ્માતનો ભય પણ સર્જાય છે. હવે તો કોથળાની સંખ્યા અને સાઈઝ એટલા મોટા થયા છે કે, વાહન અકસ્માતનો ભય સર્જાયો છે. તેમજ આગળ વાહન ક્યું જાય છે. તે પાછળથી ઓળખવું મુશ્કેલ બન્યું છે. પ્રજાના નાણામાંથી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને વાહનના ફેરા દીઠ ચુકવાતા નાણામાંથી ડ્રાઈવરનો પગાર અને હેલ્પરનો પગાર મંડાય છે. ત્યારે હેલ્પર વગરની ગાડીમાં હેલ્પરનો પગાર કોને મળે છે ? તેની તંત્ર દ્વારા તપાસ શા માટે થતી નથી ? તે એક સવાલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy