(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
મોરબી તાલુકાના ધુળકોટ ગામે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.બાદમાં સામસામે ફરિયાદો નોંધાઈ હતી.આ બનાવમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.સગારકા દ્વારા મારામારી સંદર્ભે નોંધાયેલ ફરીયાદ આધારે મુળીબેન મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા (35)અને દિનેશ મનજીભાઈ વાઘેલા (40) ત્રણેય રહે.ધુળકોટ તા.મોરબી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરા કુલીનગર શેરી નંબર-2 માં રહેતો અલ્તાફ ગુલામભાઈ કટિયા નામનો 27 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે વીસીપરા વિસ્તારમાં તેના બાઇકની આડે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે ઘટનામાં ઇજા પામેલ અલ્તાફ કટીયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હોય ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી
મારામારીમાં ઈજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સોનલબેન સદ્દામભાઈ ભટ્ટી નામની 25 વર્ષીય મહિલાને તેના ઘર નજીક થયેલ બોલાચાલી બાદની મારામારીમાં ઇજાઓ થવાથી તેઓને સિવિલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy