જામનગર તા.17: જામનગર નજીક આવેલ નાઘેડી ગામના એક યુવાને લાલપુર તાલુકાના મોટા લખિયા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે યુવતીના પરિવારજનોને આ પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી લગ્નના 6 માસ બાદ તાજેતરમાં યુવતીના પિતા અને તેમના ભાઈ સહિતના શખ્સો પ્રેમ લગ્ન કરનાર યુવાનના ઘરે ઘસી આવ્યા હતા.
જ્યાં હંગામો મચાવી યુવતીનું અપરણ કરી ગયા હતા. વધુમાં યુવકના પરિવારજનો પર હુમલો પણ કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આ પ્રકરણમાં સંડોવાયેલા યુવતીના ભાઈ અને મામા સહિતના બે શખ્સોને પકડી પાડ્યા છે. અને તેની વધુ તપાસ હાથ ધરી છે. યુવતીને મુક્ત કરાવી હતી.
જામનગરમાં નજીક નાઘેડીમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા હાર્દિક ભીખુભાઈ ધોકીયા નામના પ્રજાપતિ કુંભાર યુવાને લાલપુર તાલુકાના મોટા લખિયા ગામે રહેતા હાજાભાઇ આલાભાઇ આંબલીયાની પુત્રી રીનાબેન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે રીનાના પરિવારજનોને આ મંજૂર ન હોવાથી રીનાબેન ના પિતા હાજાભાઇ આલાભાઇ આંબલીયા, તેમજ ભાઈ રાહુલ હાજાભાઈ આંબલીયા, અને રાહુલના મામા તથા અન્ય સાગરીતોએ પ્રજાપતિ યુવાનના ઘેર પહોંચી જઈ હંગામો મચાવ્યો હતો. તમામ આરોપીઓએ રૂમનો દરવાજો તોડીને રીનાબેનનુ બળજબરીપૂર્વક અપહરણ કરી ગયા હતા. તેમજ પ્રેમી યુવાન અને તેના પરિવારજનો પર હુમલો કરાયો હોવાથી પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં તમામ આરોપીઓ સામે અપહરણ અને હુમલા અંગેની દાખલ કરવામાં આવી હતી.
જેથી પંચ કોશી બી. ડિવિઝન પોલીસે તમામ આરોગ્ય સામે આઇપીસી કલમ 365, 427, 452, 323 ,504, 506-2, 34, 143, 147, 148 તેમજ જીપીએકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો હતો, અને તમામ આરોપીઓની શોધખોળ આરંભી ગણતરીના કલાકોમાં બે આરોપીઓ રાહુલ હાજાભાઇ આંબલીયા (મોટા લખિયા લાલપુર), તેમજ કારુભાઇ રામજીભાઈ જોગલ (મેવાસા- ભાણવડ), જે બંનેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી પ્રેમિકાને મુક્ત કરાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy