રાજકોટ, તા. 17
શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોકમાં ગત વર્ષના ગણપતિ ઉત્સવ વખતે વોંકળાનો સ્લેબ ધસી પડવાની સર્જાયેલી કરૂણ દુર્ઘટના બાદ આ ઘટનાની તપાસ, લાગુ શિવમ-1 અને શિવમ-2 બે બિલ્ડીંગ સીલ કરી દેવા, આજ સુધી બિલ્ડીંગ કોર્ડન રાખવાના ઘટનાક્રમ વચ્ચે અંતે મહાપાલિકાએ પોતાનો હયાત વોંકળો ડાયવર્ટ કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવા ડિઝાઇન તૈયાર કરી લીધી છે. સામાન્ય ફેરફાર સાથેની આ ડિઝાઇન મુજબનો નવો વોંકળો બનાવવા 4.91 કરોડના ખર્ચ સાથેની દરખાસ્ત કાલની સ્ટે.કમીટીની મીટીંગમાં મૂકાઇ ગઇ છે.
ચોક વચ્ચે મેહુલ કીચનવાળા મકાનથી શિવમ-1 અને 2ને ટચ કરીને આ નવો વોંકળો યાજ્ઞિક રોડ સુધી લઇ જવાનો હતો. પરંતુ બે ખાનગી બિલ્ડીંગથી સલામત અંતર જાળવવા ડિઝાઇનને ટચીંગ કરવામાં આવ્યું છે જે મુજબ હવે આ વોંકળો મધ્યમાંથી સીધો પસાર કરી, યાજ્ઞિક રોડ પાસ કરી નાગરિક બેંક સુધી લઇ જવા નકકી કરવામાં આવ્યું છે. જેના ટેન્ડર બહાર પડતા નીચા ભાવ આપનાર એજન્સીના ભાવ મંજૂર કરાયા છે.
કમિશ્નર ડી.પી.દેસાઇએ સ્ટે.કમીટીને મોકલેલી દરખાસ્ત ચેરમેન જયમીન ઠાકરે એજન્ડા પર સામેલ કરી છે. વોર્ડ નં.7માં આ સર્વેશ્ર્વર ચોકથી જોડતો હયાત વોંકળો ડાયવર્ટ કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવા જીએસટી સહિત 4.પ7 કરોડનું એસ્ટીમેટ બનાવવામાં આવ્યું હતું. 110 મીટર લંબાઇ અને 9 મીટર પહોળાઇ, 3 મીટર ઉંડાઇમાં વોંકળો બનાવવામાં આવનાર છે. ટેન્ડરમાં એમ્પલ ક્ધસ. કંપનીએ વાટાઘાટો બાદ 7.પ ટકા ઓનથી કામ કરવા તૈયારી દર્શાવી છે. આથી કાલની બેઠકમાં 4.91 કરોડનો ખર્ચ અને જીએસટી ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત આવી છે.
મલ્ટીલેવલ પાર્કિંગ
સ્માર્ટ સીટી અંતર્ગત શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી મુકત કરવા અલગ અલગ સ્થળોએ મલ્ટીલેવલ પાર્કિંગ શરૂ કરવા સૈધ્ધાંતિક નિર્ણય કરાયેલો છે જે અંગે રી-ટેન્ડર કરવામાં આવ્યા બાદ પણ કોઇ ઓફર ન મળતા રાષ્ટ્રીય કક્ષાના પ્રચાર માધ્યમોમાં રી-ટેન્ડર મુકવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હતો. આથી એક કમીટી બનાવીને ફિઝીબીલીટી સ્ટડી માટે ક્ધસ. નિમવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ચોથા પ્રયત્ન બાદ કુલ પાંચ એજન્સી પૈકી સૌથી નીચા ભાવ મે.રાઇટસ લી.એ 78 લાખની ફી માંગી હતી. આ સિવાય ગ્રોએવરે 90 લાખ, ગ્રાન્ટ ઇન્ડિયાએ 99.7પ લાખ, શ્રેયા ઇન્ફ્રા.એ 1.1ર કરોડ, મેનહાર્ડટ કંપનીએ 1.77 કરોડના ભાવ ભર્યા હતા.
તેમાં ત્રણ એજન્સી માન્ય રહેતા અને મે. ગ્રોએવર ઇન્ફ્રા.એ 48.90 લાખમાં કામ કરવા તૈયારી દર્શાવતા મલ્ટીલેવલ પાર્કિંગના અભ્યાસ માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. જોકે ભુતકાળમાં આ કામ, વિચાર, ફિઝીબીલીટી કંઇ તંત્રને જ શકય લાગ્યા નથી. આથી કાલની મીટીંગમાં શું નિર્ણય લેવાય છે તેના પર મદાર રહેશેે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy