રાજકોટ,તા.17
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024ની ધો.10ની પરીક્ષામાં એક, બે, અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેનારા અને નાપાસ થયેલા ઉમેદવારો તેમજ સ્ટાન્ડર્ડ ગણિત(12) વિષયના પુથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.24/6થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.15થી બોર્ડની વેબસાઈટ ssc.gsebht.in, અથવા gsebht.in, અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી.દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.
પ્રવેશપત્ર (હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના પૂરક-2024 પરીક્ષાના આવેદન મુજબ વિષય/ વિષયો અને માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્ર (હોલટિકિટ)માં નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોટાંડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યનો સહી-સિકકો (અડધી સહી અને સિકકો ફોટા પરણ આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે.
પ્રવેશપત્ર (હોલટિકિટ) સાથે પરીક્ષા માટેની ધોરણ-10ની સૂચના (નં.1 થી 13) પ્રવેશપત્ર (હોલટિકિટ)ના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર (હોલટિકિટ) સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર (હોલટિકિટ)તથા સૂચના પ્રત આપ્યા બદલની પરીક્ષાર્થીની સહી લેવાની રહેશે.
જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.પરીક્ષાર્થીઓના આવેદન તથા પરીક્ષાર્થીના પ્રવેશપત્ર (હોલટીકીટ)માં દર્શાવેલ વિષય/વિષયો બાબતે કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર કચેરી ખાતેની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે દિન-3માં સંપર્ક કરવાનો રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy