જુનાગઢ તા.17
ગઈકાલે વંથલી કેશોદ હાઈવે પર ક્રાઈમ બ્રાંચે કારમાંથી 165 વિદેશી દારૂની નાની મોટી બોટલો સાથે બેને દબોચી લીધા હતા. 2 મોબાઈલ સહિત કુલ 10,64,100નો મુદામાલ કબજે કર્યો હતો.
જુનાગઢ એલસીબી ગઈકાલે સવારે પેટ્રોલીંગમાં હતા ત્યારે વંથલી કેશોદ હાઈવે પરના ટોલનાકા પાસેના લુશાળા ફાટક નજીક ટીનમસ ગામની સીમમાંથી પસાર થતી કાર મહેન્દ્ર કંપનીને રોજી ચેક કરતા વિદેશી દારૂની નાની મોટી 165 બોટલ કિંમત રૂા.44,100 બે મોબાઈલ રૂા.20,000 સાથે આરોપીઓ એઝાઝ ઉર્ફે એજુ ફારૂક બ્લોચ મકરાણી (ઉ.30) રે. જુનાગઢ જેલ રોડ, જુનાગઢ વાળાને દબોચી લીધા હતા. કાર કીંમત રૂા.10 લાખ સહિત કુલ 10,64,100નો મુદામાલ કબ્જે કરી પ્રાથમીક પુછપરછમાં આ જથ્થો ઉનાના અરબાઝ મકરાણીને ત્યાંથી લીધાનું જણાવાયું હતું. વંથલી પીએસઆઈ વાય.બી. રાણાએ તપાસ હાથ ધરી છે.
ઈલે.શોર્ટથી મોત
મુળ ગોધરાના પંચમહાલ જીલ્લાના ચિખોડા ગામના રહીશ હાલ જુનાગઢના ઝાંઝરડા ગામે સ્વામી મંદિરે કામ કરતા નગીનભાઈ રમેશભાઈ રાઠવા (ઉ.21) ઝાંઝરડા ગામે સ્વામી મંદિરે ઈલેકટ્રીક મોટરનો વાયર ખેંચતી વખતે ઈલે. શોર્ટનો ઝટકો લાગતા બેભાન થઈ જતા 108માં સરકારી હોસ્પીટલ લઈ જતા જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત
ભેંસાણમાં સામતપરા ગામે રહેતા કેતનભાઈ સામતભાઈ ચૌહાણ ખાંટ (ઉ.25) એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દ્રમ્યાન મોત નોંધાયું હતું. ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy