સુરેન્દ્રનગર વઢવાણ અને જિલ્લાના તાલુકા મથકોમાં બકરી ઈદની ભવ્ય ઉજવણી

Local | Surendaranagar | 17 June, 2024 | 12:58 PM
મસ્જિદો તેમજ ઈદ ગાહા ખાતે આજે મુસ્લિમ બિરાદરોએ અઝાહની ખાસ ઈદની ખાસ નમાઝ અદા કરી
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર શહેર વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં આજે બકરી ઈદ ની નમાજ શહેરની મસ્જિદોમાં તેમજ ઈદગા ખાતે સમગ્ર મુસ્લિમ સમાજ એકત્રિત થઈ અને ઈદ ઉલ-ફિત્ર નમાજ અદા કરી ત્યારે વઢવાણ ખાતે ઘર શાળા પાસે આવેલ ઇદગા પાસે આજે વઢવાણ શહેરના મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈ અને ત્યાં ઈદ ઉલ ફિત્ર ની ખાસ નમાજ મુસ્લિમ બિરાદરો યદા કરી હતી.

જ્યારે વઢવાણ શહેરની મસ્જિદોમાં પણ ઈદ-ઉલ  અજા બકરી ઈદ ખાસ નમાજ અદા કરવામાં આવેલ હતી ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની જુમ્મા મસ્જિદ તેમજ બસ સ્ટેન્ડ પાસે આવેલ ખાટકી વાળની મસ્જિદ રેલવે મસ્જિદ નૂરે મહંમદ સોસાયટીની મસ્જિદ લક્ષ્મીપરામાં આવેલ અન્ય મસ્જિદોમાં પણ નમાજ અદા કરવામાં આવી હતી.

ત્યારે સુરેન્દ્રનગર શહેરના ઈદગાહ ખાતે ખાસ નમાજ અદા કરીને ઈદ ની ખાસ નમાજ સુરેન્દ્રનગર શહેરના જુમ્મા મસ્જિદના પેસીમામ હાજી અને બાપુ દ્વારા અદા કરાવવામાં આવી હતી ત્યારે મુસ્લિમ બિરાદરો આજુબાજુના ગામોમાંથી પણ ઈદની નમાજ અદા કરવા માટે સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યારે ઈદની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી અને માથા માફી કરી અને ઈદની મુબારકબાદી પાઠવી હતી

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા જેનાબાદ તેમજ ધાંગધ્રા લીંબડી લખતર ચુડા અને ચોટીલા મૂડી ખાતે પણ ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે કોમી એકતા અને ભાઈચારાના માહોલ વચ્ચે આજે બકરી ઈદની  શાનદાર ઉજવણી ઝાલાવાડમાં થવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના કોમી એકતા ના રાહબર હાજી સૈયદ યુસુફની આ બાપુ ના નિવાસ્થાન ખાતે પણ મુસ્લિમ બિરાદરો સરકારી અધિકારીઓ વેપારી મિત્રો તેમજ મુસ્લિમ બિરાદરો મોટી માત્રામાં બાપુના નિવાસસ્થાન ખાતે ઈદની મુબારક બાદી પાઠવવા માટે પહોંચ્યા હતા.

ત્યારે તેમના પરિવારમાં ઈરફાન બાપુ ઉર્ફે દાદાબાપુ નૂરુદીન બાપુ હાજિયાણીમાં રોશનમાં તેમજ હાજીયાની ઝાયદામાં કિસ્મતમાં ગુડિયામાં સહિતના પરિવારજનોએ આવેલા મહેમાનોને તમામને ઈદી મુબારકબાદી પાઠવી હતી.

ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલે પણ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ત્યારે આજે ખાસ કરીને જ્યારે રમજાન માસ પૂર્ણ થયો છે અને ઈદ ઉલફ પિત્રની ઉજવણી થઈ રહી છે તેવા સમયે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેસી સંપટ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક  અને ડીવાયએસપી, સુરેન્દ્રનગર સીટી પીઆઈ પીએસઆઇ તેમજ નગર પીએસઆઇ વઢવાણ પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી.

આજે ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ઈદના કાર્યક્રમને શાંતિ અને કોમી એ ક્લાસ ભાઈ ચારા વચ્ચે ઉજવણી થાય તે માટે બંદોબસ્ત ગોઠવી અને શાંતિપૂર્ણ રીતે જિલ્લાભરમાં ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી છે.

આજે ખાસ કરીને સુરેન્દ્રનગર સબ જેલમાં પણ જે બંદીવાન ભાઈઓ છે તેમને પણ આજે બકરી ઈદ ફીત્રની નમાજ અદા કરાવવામાં આવી હતી જ્યાં હાજી ફારૂક બાપુ દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે એસ આર કુરેશી હાજી સિકંદર ભાઈ ભોલાભાઈ સહિતના મુસ્લિમ આગેવાનો દ્વારા સબ જેલમાં પણ મુસ્લિમ બિરાદરોના બંદીવાન ભાઈઓને ઈદ ની નમાજ અદા કરવામાં આવી હતી.

મુબારકબાદી પાઠવવામાં આવી હતી અને તેઓને વહેલી તકે તેમના પરિવાર સાથે મિલન થાય અને પોતાના જીવનમાં પરિવર્તન આવે તેવી ખાસ દુવા પણ કરવામાં આવી હતી ત્યારે આજે કોમી એકતાના રાબર અને હાજી સૈયદ યુસુફની આ બાપુ દ્વારા પણ દેશમાં શાંતિ રહે કોમી એકતા નો માહોલ જળવાઈ રહે અને દરેક સમાજને આફત અને મુસીબતો થી ખુદા તાલા બચાવે તેવી ખાસ યુવા આજના તહેવાર ઈદ ઉલ ફિત્ર નિમિત્તે કરવામાં આવી હતી.

ધ્રાંગધ્રામા મુસ્લિમ સમાજ દ્રારા ઈદ-ઉલ-અઝા બકરા ઈદની ઉજવણી
ધ્રાંગધ્રા શહેરમાં ઇદગાહ ગ્રાઉંન્ડ થતા શહેરની મસ્જિદો માં સમગ્ર શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર ના લોકો હળીમળી ને ઇદ ની નમાઝ અદા કરી હતી ઇદગા ગ્રાઉન્ડમાં મુસ્લિમ બિરાદરો એ નમાઝ અદા કરી હતી. આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ  દ્રારા કરવામા આવ્યુ હતુ અંદાજે 5000 થી વધારે માણસો દ્વારા નમાઝ અદા કરવામા આવી જ્યારે ધ્રાગધા પોલીસ અધિકાર દ્રારા ઇદગા ગ્રામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સમગ્ર ભારતમાં ઈદ-ઉલ અઝાનો તહેવાર 17 જૂન 2024, સોમવારે ઉજવવામાં આવ્યો હતો આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો નમાજ અદા કરે છે. સામાન્ય રીતે બકરીદના દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે મસ્જિદો તેમજ ઈદગા મસ્જીદ ગ્રાઉન્ડ એકઠા થાય છે જેમાં ઇદ ઉલ અઝાની નમાજના સમય ભારતમાં દરેક શહેરમાં અલગ અલગ હોઈ છે.

સામાન્ય રીતે ઈદ ઉલ અઝા બકરા ઈદ ના દિવસે સૂર્યોદય પછી નમાજ અદા કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં ઇદગા ગ્રાઉંન્ડ થતા શહેરની મસ્જિદો માં સમગ્ર શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો હળીમળીને ઇદની નમાઝ અદા કરી હતી ઇદગા ગ્રાઉન્ડમાં આજુ બાજુના વિસ્તાર માથી મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી.

આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ  દ્રારા કરવામા આવ્યુ હતુ અંદાજે 5000 થી વધારે માણસો દ્વારા નમાઝ અદા કરવામા આવી જ્યારે ધ્રાગધા પોલીસ  અધિકાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj