♦ મુકેશભાઇને તત્કાલ એમ્બ્યુલન્સમાં હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડાતા મૃત જાહેર કરાયા: તીવ્ર હૃદયરોગનો હુમલો આવી ગયાનો તબીબોનો અભિપ્રાય
રાજકોટ, તા.17
શહેરની ભાગોળે આવેલા હિરાસર એરપોર્ટ ખાતે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મુકેશ મકવાણા (ઉ.વ. 48, રહે. એરપોર્ટ કોલોની રાજકોટ)નું હાર્ટએટેકથી મોત થતાં સહકર્મચારીઓ અને એરપોર્ટ બેડામાં શોક સાથે ગમગીની છવાઇ ગઇ હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર આજે સવારે મુકેશભાઇ પોતાની ફરજ પર હાજર થયા હતા. આશરે બારેક વાગ્યે પોતાના સહકર્મચારીઓ સાથે ચા-પાણી નાસ્તો કર્યો હતો. તે પછી તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે પોતાને ખૂબ જ પરસેવો
વળવા લાગ્યો જેથી તેમણે પોતાના સહ કર્મચારીઓને કહ્યું હતું કે મને ખુબ જ ગરમી થાય છે અને ગળામાં સોસ પડે છે. જેથી તેમના સાથી કર્મચારીઓએ આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ ત્યાં જ અચાનક મુકેશભાઇ પોતાની ઓફિસમાં ઢળી પડ્યા હતા.
સાથી કર્મચારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા અને તુરંત જ એરપોર્ટની એમ્બ્યુલન્સમાં તેને તત્કાલ સારવાર માટે નજીકની હોસ્પીટલમાં લઇ ગયા હતા જ્યાં તબીબે પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા જ તેમને મૃત ઘોષિત કરાયા હતા.
એરપોર્ટ પરિવાર તરફથી મળેલી વિગત મુજબ મુકેશભાઇ મુળ બરોડાના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy