જામનગર તા.17:
રાજકોટ શહેરમાં ચીલઝડપ થયેલ ચેનને જામનગરમાંથી શોધી કાઢી પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. જામનગરનો શખ્સ ચાંદી બજાર વિસ્તારમાં ચેન વેચવાની ફેરવીમાં હતો. આ દરમિયાન પોલીસે પૂછપરછ કરતા રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાંથી ચીલ ઝડપ કરી હોવાનું સામે આવ્યું હતુ. જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી રાજકોટ પોલીસની જાણ કારી હતી.
આ અંગેની વિગત એવી છે કે જામનગર શહેરના ચાંદી બજારના બુગદાવાડી ગલીમાં એક શખ્સ સોનાના દાગીના સાથે ઉભો હતો. જેની શંકાસ્પદ હિલચાલ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન મનીષ ઉર્ફ મકો દેવાભાઈ જોગસવા (રહે નવાગામ ઘેડ)ની પૂછપરછ કરતા તેની પાસેથી સોનાનો 55 ગ્રામ વજન ધરાવતો ચેન મળી આવ્યો હતો. પોલીસે 3.30 લાખની કિંમતના આ ચેનની વધુ પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી અને ચેન ગાંધીગ્રામ વિસ્તારમાંથી ચીલ ઝડપ કરી હોવાનું જણાવ્યું હતું. જેને લઇને પોલીસે આ શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી અર્થ રાજકોટ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
મહત્વનું છે કે ચોરાયેલ ચેન સાથે મળી આવેલ શખ્સની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ?અને પોલીસ ઝપટે ચડેલ આરોપી અન્ય કોઈ ગુનામાં છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy