જામનગર તા.17:
જામનગર જિલ્લામાં વધી રહેલાં દારૂના દૂષણ વચ્ચે એલસીબી પોલીસે ધ્રોલમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જામનગર એલસીબીએ ધ્રોલ નજીક કારમાંથી 480 દારૂના ચપલા અને 90 બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં પોલીસે બે ની અટકાયત કરી છે જ્યારે એક આરોપીને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રોલમાં પાડેલા દારૂના આ દરોડાની વિગત મુજબ એલસીબી સ્ટાફના મયુરસિંહ પરમાહ, હરદીપભાઇ બારડ અને ઋષિરાજસિંહ વાળાને બાતમી મળી હતી કે અંકિતભાઇ ઉર્ફે મુકેશભાઇ બારોડ (રહે. અંધાશ્રમ આવાસ કોલોની, બ્લોક નં.72, રૂમ નંબર 10, જામનગર) તથા પ્રવિણભાઇ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા (રહે. દિ.પ્લોટ-64, ગેલેક્સી એપાર્ટમેન્ટ, જામનગર) નામના બે શખ્સો પોતાના કબ્જાની હોન્ડા સિટી કાર રજીસ્ટર નંબર જીજે-27-એપી-3699 માં દારૂનો જથ્થો લઇ ધ્રોલમાંથી નિકળી રહ્યાં છે.
આ બાતમીના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી ધ્રોલ ટાઉનમાંથી આ નંબરની કાર અટકાવી હતી. કારની તલાશી લેતાં પોલીસને તેમાંની રૂા.48,000 ની કિંમતના 480 દારૂના ચપટા, રૂા.9000 ની કિંમતના 90બીયરના ટીન, રૂા.10,000 ની કિંમતના બે નંગ મોબાઇલ અને રૂા.5,00,000 ની કાર સહિત કુલ રૂા.5,67,000 નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોક્ત બન્ને શખ્સોેને દબોચી લીધા હતાં. પોલીસે વધુ પુછપરછ કરતાં દારૂ-બિયરનો આ જથ્થો રામશીભાઇ ઠાકોર (રહે.ગોગાદાર, તા.રાપર) વાળાએ સપ્લાય કર્યો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે રામશીભાઇ ઠાકોરને ફરાર જાહેર કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ કાર્યવાહી એલસીબી પીઆઇ વી.એમ.લગારિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.કરમટા, પી.એન.મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડિયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ કોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડિયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy