(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 17
લીંબડી હાઈવે પરની હોટલમાંથી પોલીસ ટીમ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નાયબ મામલતદારે શંકાસ્પદ કેમિકલનો જથ્થો સીઝ કરી તેનો નમૂનો એફએસએલમાં મોકલ્યો છે. પરંતુ હોટલ સંચાલકો પાસે કેમિકલનું બિલ હોવાની વાતો વહેતી થઈ છે. લીંબડી હાઈવે પર પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે પીએસઆઈ બી.કે. મારૂડા, મનહરસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર સહિત પોલીસ ટીમને જાખણ ગામના પાટિયા પાસેની હોટલની ઓરડીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કેમિકલના જથ્થા વિશે મામલતદારને જાણ કરી હતી. નાયબ મામલતદાર બનાવ સ્થળે દોડી આવ્યા હતા. શંકાસ્પદ કેમિકલનો નમૂનો લઈને એફએસએલમાં મોકલી આપ્યો હતો. 1.20 લાખથી વધુની કિંમતના 1510 લીટર કેમિકલને સીઝ કરી દેવામાં આવ્યું હતું.
લીંબડી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે હોટલના સંચાલકો પાસે કેમિકલનું બિલ હોવાની વાતો વહેતી થઈ છે. કેમિકલ ક્યા પ્રકારનું છે? કેમિકલના બિલ સાચાં છે ખોટા? કેમિકલ ક્યાં ઉપયોગમાં લેવાતું હતું? સહિતના અનેક સવાલો ઊભા થયા છે. તમામ સવાલોના જવાબ તો તપાસ અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જ મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy