(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામિક કારખાના સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 100 બોટલો તથા બિયરના 28 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ 40,240 ની કિંમત નો દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જૂના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં રહેતા દીક્ષિત દુદકિયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી.
ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 100 બોટલો તેમજ બિયરના 28 ટિન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 40,240 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો અને આરોપી દીક્ષિત વ્રજલાલ દુદકીયા રહે.
હાલ જુના ઘુંટુ રોડ મધુ સ્મૃતિ સોસાયટી ભાડાના મકાનમાં મોરબી-2 મૂળ રહે. પંચાસર રોડ શ્યામ પાર્ક મોરબી ની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો..? તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy