રાજકોટ,તા.17
ફરી એકવાર ટેકનિકલ બહાના હેઠળ આવતીકાલે મંગળવારે રાજકોટ આર.ટી.ઓ.કચેરીનો ડ્રાઈવિંગ ટ્રેક બંધ રહેનાર છે.જેથી કાલની તારીખે ટેસ્ટ દેવા આવનાર અનેક અરજદારોને વધુ એકવાર હેરાનગતી થશે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી રાજકોટનાં જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તા.18/06/2024 મંગળવારના રોજ ટેકનીકલ કારણોસર બંધ રહેશે.
આથી આ સમયગાળા દરમિયાન જે અરજદારોશ્રીઓએ ટેસ્ટ ટ્રેકની અપોઇન્ટમેન્ટ લીધેલ છે, તેમની અપોઇન્ટમેન્ટ અત્રેની કચેરી દ્વારા રી-શીડયુલ કરી આપવામાં આવેલ છે.
જેની જાહેર જનતાએ નોંધ અત્રે ઉલ્લેખનીય છે કે ગત ખાસ દરમ્યાન પણ આર.ટી.ઓનું સર્વર પખવાડિયા સુધી ઠપ્પ રહ્યું હતું.આથી રાજકોટ સહિત રાજયભરમાં ડ્રાઈવિંગ ટ્રેક પણ બંધ રહેતા લાખો વાહન ચાલકો હેરાન થયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy