રાજકોટ, તા.17
ગુજરાત સ્થિત બિગબ્લોક ક્ધસ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ સિઆમ સિમેન્ટ બિગબ્લોક ક્ધસ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતના ખેડામાં તેના પહેલા પ્લાન્ટનો કોમર્શિયલ પ્રોડક્શન સાથે તેની ભારતની કામગીરીનો પ્રારંભ કર્યો છે. ભારતીય બજાર માટે આગામી પેઢીના વોલિંગ સોલ્યુશન્સ લોન્ચ કરવાના વિઝન સાથે આ સંયુક્ત સાહસે અમદાવાદ નજીક ખેડા જિલ્લા (ગુજરાત)માં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટ સહિત વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્રોજેક્ટ ઊભો કરવા માટે લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું છે.
અતિથિ વિશેષ ભારત ખાતેના થાઈલેન્ડના રાજદૂત પત્તારત હોંગટોંગ, મુખ્ય અતિથિ ગુજરાત સરકારના ઉદ્યોગો તથા એમએસએમઈના પ્રધાન બળવંતસિંહ રાજપૂત અને એસસીજી ઇન્ટરનેશનલ તથા બિગબ્લોક ક્ધસ્ટ્રક્શનના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગત તા.10 જૂનના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy