(મનીષ ઘેલાણી)
ભાણવડ તા.17
ભાણવડ વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ રવિવારે મેઘરાજાનું આગમન થયું હતું. વહેલી પરોઢીયે ચાર કલાકમાં 55 મી.મી. એટલે કે સવા બે ઈંચ જેટલું પાણી વરસી જતા લોકોનાં હૈયા પુલકીત થઈ ઝુમી ઉઠયા હતા. વરસાદથી કેટલાયે વિસ્તારોમાં કિસાનોએ મબલક પાક મળશે એવી આસા સાથે વાવણી કાર્ય શરૂ કરી દીધુ છે.
આ વિસ્તારમાં રવિવારે પરોઢીયે આકાશમાં કાળા ડીબાંગ વાદળાઓ છવાયા હતા. સવારે પાંચ વાગ્યા પછી હવામાનમાં આવેલા પલ્ટા પછી વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શરૂઆતમાં ધીમીધારે અને ત્યારબાદ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી.
અને દસ વાગ્યા સુધીમાં 55 મી.મી. જેટલો વરસાદ નોંધાતા શહેર પાણી-પાણી થયું હતું. ખાસ કરી પ્રારંભમાં બે ઈંચ ઉપર વરસાદ પડી જતા કીસાનોએ પણ પોતાની વાડી ખેતરમાં વાવણી કાર્યના શ્રીગણેશ કર્યા છે, વરસાદના કારણે રાબેતા મુજબની સ્ટાઈલ પ્રમાણે વિજ પુરવઠો પણ ખોરવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy