વઢવાણ, તા. 17
ધ્રાંગધ્રા એચડીએફસી બેન્ક સામે આવેલ ત્રિકોણીયા બગીચાની અંદર જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા 2 ઈસમોને ઝડપી પાડ્યા હતાં. પોલીસ દ્રારા ઝડપી લેવામાં આવેલ ગુલામનબી હારુણભાઈ અને હિરેનભાઈ જયંતીભાઈ ગોહિલ પાસે રોકડ રૂપિયા 12,300 મળી આવ્યા હતાં. પોલીસ દ્રારા તત્કાલ જુગાર ધારા મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
ધ્રાંગધ્રા શહેરમાં થોડા સમયથી વરલી મટકાનાં જુગારે પગ પેશારો કર્યો છે એવી નગરચર્ચાઓ સામે આવી રહી હતી તેવામાં ધ્રાંગધ્રા સીટી પોલીસ નાં પીએસઆઈ એચ એચ જાડેજા અને સ્પેશિયલ ટિમનાં બી જે સોલંકી, બ્રિજરાજસિંહ ઝાલા, પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઈ મુંધવા, સરફરાઝભાઈ મલેક સહિતના સ્ટાફે ધ્રાંગધ્રા એચડીએફસી બેન્ક સામે આવેલ ત્રિકોણીયા બગીચાની અંદર જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા 2 ઈસમોને ઝડપી પાડ્યા હતાં.
પોલીસ દ્રારા ઝડપી લેવામાં આવેલ ગુલામનબી હારુણભાઈ સમતાણી હાઉસિંગ બોર્ડ ધ્રાંગધ્રા વાળા અને હિરેનભાઈ જયંતીભાઈ ગોહિલ દેપાળા નાં ચોરો ધ્રાંગધ્રા વાળા પાસે રોકડ રૂપિયા 12,300 મળી આવ્યા હતાં. પોલીસ દ્રારા તત્કાલ જુગાર ધારા મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy