(લિતેશ ચંદારાણા દ્વારા)
વાંકાનેર તા.17
વાંકાનેર તાલુકાની ચંદ્રપુર સેવા સહકારી મંડળીની યોજાયેલી ચૂંટણીમાં સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયાની પેનલના તમામ ઉમેદવારો વિજેતા બનેલ છે. ચંદ્રપુર સહકારી મંડળીમાં જલાભાઈ શેરસીયા (ઉર્ફે જલાબાવા)ની બેનલ અને તેમની સામે ગનીભાઈ અજમેરી, યાકુભાઈ સંજર, મહેબુબભાઈ ખોરજીયા, વિગેરે આગેવાનોની સંયુકત પેનલે ચૂંટણી લડી હતી.
આ ચૂંટણીમાં શનિવારે સવારથી શરૂ થયેલુ મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. જે મોડી રાત્રી સુધી ચાલી હતી. પ્રથમ થયેલ 4 અનામત બેઠકોની ગણતરીમાં અજમેરી અને સાથીઓની પેનલનો ભારે રકાશ થયો હતો. જલાભાઈની પેનલના અનામત બેઠકના તમામ ઉમેદવારો ચૂંટણી જીતી ગયા હતા.
છેલ્લા બે સભ્ય માટે ત્રણ ઉમેદવારોને સરખા મત થયા હતા જેમાં બે ઉમેદવાર જલાભાઈની પેનલના અને એક ઉમેદવાર અજમેરી અને સાથીની પેનલના હતા. જેમાં ચીઠી નાખતા જલાભાઈની પેનલના બન્ને ઉમેદવારનું નામ આવતા તેમાં પણ જલાભાઈની પેનલના ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અહીં અજમેરી અને સાથીની પેનલના ઉમેદવારને નસીબે સાથ આપ્યો ન હતો.
આ ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોમાં સામાન્ય ખેડુત વિભાગની 16 બેઠક પર વિજેતા ઉમેદવારો. જલાલ અલીભાઈ શેરસીયા (શેઠ), અબ્દુલ આહમદ વકાલીયા, માહમદ ફતે હાજી પીંડાર, રસુલ નુરમામદ બાવરા, જલાલ અલીભાઈ શેરસીયા, ઈબ્રાહીમ અલીભાઈ શેરસીયા, પરવેજ જલાલ કડીવાર, અલીભાઈ નુરમામદ ચારોલીયા, અબુજી ઉસ્માન ચારોલીયા, ઈસ્માઈલ મામદ વલી ચારોલીયા, ઉસ્માન હુસેન આંબલીયા, ઉસમાન અલાવદી શેરસીયા, ગોવિંદ માનસીંગ સીતાપરા, ભગવાન વીહા ગમારા, વલીમામદ અલીભાઈ કડીવારનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy