જામનગર :
વર્તમાન સમયે જ્યારે સતત વધતા જતા ઔદ્યોગિકરણ શહેરીકરણ અને પરિવહન તેમજ પ્લાસ્ટિકના વધતા જતા વપરાશ જેવી પ્રવૃત્તિ ના લીધે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની સમસ્યાઓ જેમકે વૈશ્વિક ઉષ્ણતામાન આબોહવા પરિવર્તન ઇલેક્ટ્રો સિસ્ટમ વિક્ષેપન જોવા મળે છે ત્યારે પર્યાવરણનું જતન એ આજ અને આવતા ભવિષ્ય માટે વધુ હિતાવહ અને અનિવાર્ય છે તેથી જ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલા લેવા અર્થે વૈશ્વિક જાગૃતિ વધારવા માટે દર વર્ષે જૂન મહિનાની પાંચમી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે તે એક એવો દિવસ છે કે
જે પૃથ્વી પરના દરેકને પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓમાં સામેલ થવાની યાદ અપાવી ગુજરાત ઇલેક્ટ્રીક સીટી કોર્પોરેશન લિમિટેડ થર્મલ પાવર સ્ટેશન સિક્કા ખાતે જમીન પુણ્ય સંગ્રહ રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણ પર લોકજાગૃતિ અર્થે તારીખ 30 મે 24 થી 5 જૂન 24 ના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં પર્યાવરણ જતન અને રક્ષણ પર આધારિત જાગૃતિ કાર્યક્રમ ક્વીઝ તેમજ સ્લોગન સ્પર્ધાઓનું આયોજન ફિલ્મ શો તેમ જ બેનરનું પ્રદર્શન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે એમાં સમગ્ર કર્મચારીગણ તેમજ સીઆઇએસએફ અધિકારીગણ સહષે ભાગ લીધેલો હતો વિશ્વ પર્યાવરણ દિવસના આયોજનને સફળ બનાવવા સંકુલના વડા એ. એન.પટેલ ના માર્ગદર્શન હેઠળ સર્વે કર્મચારીગણે જેહમત ઉઠાવેલી હતી તેમ એન.ડી. ત્રિવેદીની યાદીમાં જણાવે છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy