વિદેશ જવાની તક મળે, નોક૨ીમાં બદલીના ચાન્સ, શે૨ સટામાં નિર્ણયો મહત્વના ૨હે.
ક્ધયા રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં તૃતીયેશ મંગળ તારીખ 24 એપ્રિલથી રાશિ પરિવર્તન પામીને સાતમા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અહીં દસ્તાવેજી કાર્યો, નવી ભાગીદારીનો વિકાસ, સરકારી કામકાજો, પેન્ડિંગ રહેલા હિસાબી કાર્યો વગેરે જેવા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ બનતા જણાય. ધનેશ ભાગ્યેશ શુક્ર તારીખ 24 એપ્રિલથી રાશિ પરિવર્તન પામીને આઠમાસ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અહીં મોટા જોખમો કરવાથી થોડો સમય દૂર રહેવું. આર્થિક રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.સપ્તાહની શરૂઆતમાં આપની રાશિમાં ગ્રહણયોગ રચાઇ રહ્યો હોવાથી બિનજરૂરી મનોભાર નિવારવાનું સૂચન કરી શકાય. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્ર બીજા સ્થાનમાં પરિભ્રમણ કરશે. પાર્ટી-મિજબાનીમાં ભાગ લેવાનું શકય બની શકે. સપ્તાહના મધ્ય ભાગ બાદ ત્રીજા સ્થાનમાં પરિભ્રમણ કરતો નીચનો ચંદ્ર અગત્યના દસ્તાવેજોમાં સહી કરતા પૂર્વે સાવચેતી રાખવાનું સૂચવે છે. સપ્તાહના અંત ભાગમાં ચોથા સ્થાનમાં પરિભ્રમણ કરતો ચંદ્ર વાહનોના સમારકામ-રીપેરીંગ, ઇન્સ્યોરન્સના પેન્ડિંગ કાર્યો તરફ ધ્યાન આપવાનું સૂચવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy