Astrology

Weekly

સિંહ

સિંહ રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાનનો સ્વામી ચંદ્ર સ્વગૃહી બળવાન બનીને પરિભ્રમણ કરી રહ્યો છે.પરોપકારના કાર્યોમાં પ્રવૃત્ત રહી શકો. શુભ માર્ગે ખર્ચ ઉદ્ભવી શકે. ધાર્મિક કાર્યોમાં રસ-રુચિ વધતી જણાય. જુના વિવાદોમાં સમાધાનકારી વલણ અપનાવવાથી માનસિકહળવાશ મળી શકે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પ્રથમ સ્થાન પરથી થશે. અહીં કોઈ એક વિચાર તથા નિર્ણય પ્રત્યે એકાગ્ર બનીને મક્કમ રીતે આગળ વધવાનું સૂચવી શકાય. આપનો રાશિપતિ સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ 14 મે થી રાશિ પરિવર્તન પામીને દશમા સ્થાનમાં પ્રવેશેછે. સહ કર્મચારીઓ કે અધિકારીઓ થકી ઉત્તમ સહકાર પ્રાપ્ત કરી શકો. કર્મક્ષેત્ર દ્વારા ધન પ્રાપ્તિ શક્ય બને.વ્યવસાય ક્ષેત્રે નવીન પ્રયોગો દ્વારા પ્રતિષ્ઠામાં વધારો પામી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બીજા સ્થાન પરથી થશે. વાણીમાં સૌમ્યતા લાવીને ધાર્યું કાર્ય પાર પાડી શકાય.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj