આપને મિત્રો સ્વજનો સાથે સુમેળ વધવાનો છે, શોર્ટકટથી દુ૨ ૨હેજો, નવી યોજનામાં આગળ વધી શકાય.
મેષ રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાંચોથા સ્થાનનો સ્વામી ચંદ્રભાગ્યસ્થાન પરથી પરિભ્રમણ કરી રહ્યો છે.અહીં ચંદ્ર તથા મંગળની પ્રતિયુતિ રચાય રહી છે.તીર્થસ્થાન મુલાકાતનો અવસર સાંપડી શકે. જૂની કોઈ માનતા પુરી કરવાનું આયોજન ગોઠવી શકો. મકર રાશિ પરથી પસાર થનારો ચંદ્રગુરુની શુભ દ્ર્ષ્ટિમાં આવશે. વ્યવસાય તથા ધંધાના સ્થાનમાં ફેરફાર કરવા અંગે અનુકૂળતા રહે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ લાભ સ્થાન પરથી થશે. અહીં શનિ પરથી ચોથા સ્થાનના સ્વામી ચંદ્રનું ભ્રમણઆળસમાં વધારો તથા સ્ફૂર્તિમાં ઘટાડોઅપાવી શકે.ધાર્મિક વૃત્તિમાં વધારો રહે. મિત્ર વર્તુળથી ઉત્તમ સહયોગ પ્રાપ્ત થતો જણાય. ધારેલી આવકો કે ઉઘરાણી વિલંબમાં પડતી જણાય શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું ભ્રમણબારમા સ્થાન પરથી થશે.સૂર્ય ચંદ્રનું કોમ્બિનેશન શુભ-પરોપકાર કાર્યમાં નિમિત બની શકવાનો અવસર આપી શકે. વિદ્યાભ્યાસમાં વિશેષ શ્રમ તથા આયોજનની આવશ્યકતા જણાય.નાની મુસાફરી-યાત્રાનું આયોજન કરી શકો. વિવાદોથી દૂર રહેવું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy