Astrology

Daily

મિથુન

ભાઈ બહેનો સાથે વ્યવસાય  બાબત ચર્ચા થાય, મિલ્ક્તની વેચાણ બાબત ઉતાવળ ન ક૨વી.

Weekly

મિથુન

 મિથુન રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં તારીખ 23 એપ્રિલથી લાભસ્થાનનો સ્વામી કર્મસ્થાનમાં પ્રવેશી રહ્યો છે. કર્મ ક્ષેત્ર થકી આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરી શકાય. સર્વિસમાં પ્રમોશનની તક ઉજવળ બને. તારીખ 24 એપ્રિલથીપાંચમા સ્થાનનો અધિપતિ શુક્ર લાભસ્થાનમાં પ્રવેશશે. શેર બજાર કે અન્ય કોઈ સ્ત્રોતમાં રોકાણ દ્વારા આર્થિક વળતરની યોજના સફળ બનાવી શકો. સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર ચોથા સ્થાનમાં ગ્રહણ યોગની રચના કરશે. બિનજરૂરી માનસિક મનોભાર નિવારવો. એક જ કાર્ય પર એકાગ્રતા રાખીને તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. સપ્તાહના મધ્ય ભાગમાં પાંચમાં સ્થાનનો ચંદ્ર પ્રિય પાત્ર સાથે આનંદદાયક સમય વિતાવવામાં નિમિત બને. છઠ્ઠા સ્થાનમાં પરિભ્રમણ કરતો નીચનો ચંદ્ર હરીફોથી સાવચેતી રાખવાનું સૂચવે છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકાર બનવું નહીં. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે. કોઈ કાર્યની પૂર્તિ માટે જીવનસાથીનો ઉત્તમ સહકાર પ્રાપ્ત કરી શકાય. ભાગીદારો સાથે હિસાબી કાર્યોમાં ચોખ્ખા રહીને કાર્યો કરવા ઈચ્છનીય ગણાય.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj