Astrology

Daily

મકર

નવી ભાગીદા૨ી યોજનાઓ માટે અનુકુળતા ૨હેશે, સગાઈ લગ્નના કાર્યોમાં સફળતા, માતુશ્રીથી લાભ.

Weekly

મકર

મકર રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો સ્વામી ચંદ્ર નવમા સ્થાન પરથી પસાર થઈ રહ્યો છે. અહી અહી ચંદ્ર કેતુ કોમ્બિનેશન ગ્રહણ યોગની અસર ઉત્પન્ન કરે છે. દાંપત્યજીવનમાં ગેરસમજ ન થાય તે માટે જીવનસાથી સાથે સ્પષ્ટતાપૂર્વક વર્તવું. તુલા રાશિ પરથી પસાર થનારો ચંદ્ર બુધ સાથે પ્રતિયોગમાં આવતા વ્યાવસાયિક મિલકતોના ફાયદાકારક વ્યવહારો પૂર્ણ બનાવી શકો છો.સર્વિસમાં કોઈ ઉત્તમ કાર્ય પૂર્ણ બનાવીને ઇમેજમાં વધારો કરી શકો. વ્યાપાર ક્ષેત્રે પ્રગતિ માટે નવી તકો તથા નવી ઓળખાણો ઉપયોગી નીવડી શકે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમા સ્થાનમાં શનિની દ્રષ્ટિમાં રહીને થતા વિષયોગની અસર આપને મિત્રો સાથેના વ્યવહારો સાવચેતીપૂર્વક કરવા સૂચવે છે. સપ્તાહના અંત ભાગમાં સપ્તમેશ ચંદ્રનું પરિભ્રમણ બારમા સ્થાન પરથી થશે. ધર્મ તથા પરોપકારના કાર્યમાં યોગદાન આપી શકાય. જાહેરજીવનમાં બોલવા-ચાલવામાં સંયમ રાખવો.

Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj