Astrology

Daily

મીન

તબીયત બાબત ધ્યાન દેજો,  ભાગીદા૨ોને સહકા૨ દેવો, પ્રવાસમાં  સાવધાની ૨ાખવી, વડીલ વર્ગની સલાહ લેજો.

Weekly

મીન

મીન રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં ધનેશ ભાગ્યશ મંગળ તારીખ 23 એપ્રિલથીરાશિ પરિવર્તન પામીને પ્રથમ સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અહીં સ્વપુરુષાર્થ દ્વારા આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવાના પ્રયત્નો સફળ બનાવી શકો. વ્યવસાયના વિકાસ તેમજ સર્વિસમાં પ્રમોશન માટે સંપૂર્ણપણે પુરુષાર્થ પર આધાર રાખવો જરૂરી બને. જે આગળ જતાં શુભ ફળદાયી નીવડી શકે. તારીખ 24 એપ્રિલથી શુક્ર આપના ધન સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. નિષ્ણાંતની સલાહ દ્વારા નવું આર્થિક રોકાણ કરવા માટે શુભ સમય રહે. પરંતુ મોટા નિર્ણયો કે મોટા રોકાણો કરતા પહેલાં જન્મના ગ્રહો પરથી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી જવું ઇચ્છનીય ગણાય.સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનમાં રચાતો ગ્રહણ યોગ જાહેર જીવનમાં ઝઘડા તેમજ વિવાદથી દૂર રહેવાનું સૂચવે છે. આઠમા સ્થાનમાં પરિભ્રમણ કરતો ચંદ્રઆહાર-વિહારમાં ધ્યાન રાખવાનું સૂચવે છે. સપ્તાહના મધ્યભાગ બાદ નવમા સ્થાન પરથી પસાર થતો નીચનો ચંદ્ર વ્યવસાય વિકાસમાં વધુ પડતા ઉતાવળિયા નિર્ણયો ન લેવાનું દર્શાવી રહ્યા છે.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj