ખારાઘોડા પે સેન્ટર શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા બજારોમાં મોટરકાર મારફતે મતદાનનો સંદેશ આપવાનો સ્તુત્ય પ્રયાસ

Local | Jamnagar | 29 April, 2024 | 12:54 PM
સણોસરાની મોડલ ડે સ્કૂલ ખાતે એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ રેલી યોજી મતદાન અંગે પાઠવ્યો સંદેશ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના દિશા સૂચન મુજબ અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે 60 - દસાડા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દસાડા તાલુકાના ખારાઘોડા ગામે મતદાર જાગૃતિ અર્થે ખારાઘોડા પે સેન્ટર શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા સ્તુત્ય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

જેમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીને માન આપીએ, મતદાન અવશ્ય કરીએ’, ’તમારા કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરો, ચાલો મતદાન કરીએ’, ‘મત આપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને માન આપીએ’, ‘મત બદલતા હૈ વક્ત, લેકિન વક્ત સે પહેલે મત’, ‘મત કરના ઇનકાર, મતદાન અવશ્ય કરના યહી હૈ સહી દાન’, ‘જેટલું વધુ મતદાન એટલી મજબુત લોકશાહી’, ‘યુવાશક્તિ ત્રણ શસ્ત્રો; શિક્ષા, સેવા, મતદાન’, ‘મહાદાન અન્નદાન વિશેષ દાન મતદાન’ જેવા મતદાન કરવા માટે પ્રેરણા આપતા સુત્રો સાથે જન જાગૃતિ અર્થે વીડિયો ક્લિપ બનાવી શેર કરવામાં આવી છે.

તદુપરાંત ગામની બજારોમા મોટરકાર મારફત મતદાનનો સંદેશ આપતી ઓડિયો ક્લિપ વગાડી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મોટરકારની ફરતે પ્રેરણાત્મક સુત્રો લગાવી દ્રશ્ય-શ્રાવ્ય બન્ને માધ્યમ દ્વારા ગ્રામજનોને તા.7 મેના રોજ પરિવાર સાથે અવશ્ય મતદાન માટે જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

લોકશાહીના મહાપર્વને ઉજવવા ચોતરફ થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામા મોડલ ડે સ્કૂલ સણોસરા ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા મતદાર જાગૃતિ અર્થે રેલી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રેલી યોજી હતી. મતદાર જાગૃતિના અવનવા સ્લોગન સાથે નાગરિકોને મતદાન અંગે સંદેશ પાઠવ્યો હતો.

તદુપરાંત લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અર્થે ’વોટ ફોર બેટર ઈન્ડિયા’,’જાગૃત મતદાર’ જેવા જુદા જુદા સૂત્રો દર્શાવતી રચનાત્મક અને કલાત્મક રીતે મનમોહક રંગોળીઓ બનાવી હતી. રંગોળી થકી મતદાન જાગૃતિના પ્રેરણાત્મક પ્રયાસે સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj