(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.28
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગાયત્રી ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 જૂનના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવશે. આ સેવા કાર્યમાં રક્તદાન કરી, સહભાગી થવા દરેક રક્તદાતાઓને ગાયત્રી ગરબા મંડળના પ્રવીણભાઈ છગ અને રેડ ક્રોસ સંસ્થાના કિરીટભાઈ મજીઠીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy