જામનગર તા.4
લોકસભાની 2024 ની આ ચૂંટણી નજીક આવી રહી છે. તારીખ 7 મે 2024 ને મંગળવારના રોજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે જામનગર દ્વારા પણ સ્વીપ પ્રવૃત્તિ હેઠળ જન જાગૃતિ હેઠળ અનેકવિધ કાર્યક્રમો સરકાર દ્વારા વધુને વધુ લોકો મતદાન કરવા જાય તેવા શુભ આશયથી એનડીસી મ્યુઝિક દ્વારા ’ચાલોને મત દેવાને જઈએ.. એવું સુંદર મજાનું ગીત તૈયાર કરવામાં આવ્યું. જેમનું વીડિયો લોન્ચિંગ ગુજરાત સ્થાપના દિવસ નિમિતે કલેકટરશ્રી ભાવિન પંડ્યા સરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ગીતનું લેખન જયેશ વાઘેલા, સ્વર આપ્યો છે નેહલ વાઘેલા તથા વીડિયો નિર્માણ કર્યો દિકુંજ વાધેલાએ. આમ જોઈએ તો એક જ પરિવારના ત્રણ સભ્યોએ સાથે રહીને આ ક્રિએશન તૈયાર કર્યુ છે. આ ગીતમાં સંગીત આપ્યું છે સંગીત સાધના મંદિરના શ્રી કેતન પાલાએ. આ વીડિયો જોવા માટે NDC MUSIC AND PRODUCTION યુટ્યુબ ચેનલમાં જોવા મળી શકે છે.
આ વીડિયોમાં નાના મોટા સૌ ખુશી સાથે સૌ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કલેકટરશ્રી ભાવિન પંડ્યા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, એસપી પ્રેમસુખ ડેલું, એડ.કલેકટર ભાવેશ ખેર, ડે.ડી ઇ ઓ ઝીલ પટેલ, ડે. કમિશ્નર ડી એ ઝાલા, સોશિયલ મીડિયાના જ્હાનવીબેન ઠાકર તેમજ શહેરના બિઝનેસમેન, કારીગર વર્ગ, યુવાનો તથા વડીલો દ્વારા સર્વે નાગરિકોને પ્રેરિત કરાયા છે. આ પહેલાં પણ NDC સંસ્થા દ્વારા પાણી બચાવો, પ્લાસ્ટીક નાબૂદી, સ્વચ્છતા અભિયાન, જેવા જન જાગૃતિના સ્ટ્રીટ પ્લે, જિંગલ. શોર્ટ ફિલ્મ પણ તૈયાર કરેલા
સમગ્ર વિશ્વમાં આપણા ભારતની સૌથી મોટી લોકશાહી છે અને લોકશાહીનો આધાર સ્તંભ મતદાન છે તેથી મતદાનને પવિત્ર ફરજ સમજી એક એક લોકો મત દેવા માટે પોતાનાં પરિવાર સાથે જાય અને આડોશ પાડોશને પણ પ્રેરિત કરીને લઈ જાય એવો શુભ મેસેજ યુવાનો, વૃદ્ધો, કારીગર વર્ગ, બિઝનેસ મેન સૌએ આપ્યો છે. આ ચૂંટણી એ તો દેશનું પર્વ ગણીને, અવસર ગણીને સૌ જાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy