જુનાગઢ તા.2
માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડતા ભાજપ-કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારોએ બીજી વખત પોતાનો ચુંટણી ખર્ચ રજુ કર્યો હતો. ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો કુલ ચુંટણી ખર્ચ રૂા.3,60,673 બતાવાયો છે પ્રથમ ખર્ચ હિસાબમાં રૂા.1,86,693નો ખર્ચ રજુ કર્યા બાદ બીજી વખત ખર્ચ 1,73,980નો હિસાબ રજુ કર્યો છે. જેમાં કાર્યાલય ભાડું 9 હજાર, ચા પાણી ખર્ચ 25 હજાર, પોસ્ટર ખર્ચ 3500 રૂા.24,480ના વાઉચર, ફોરચ્યુન કારનો ખર્ચ રૂા.72 હજાર, બોલેરો ભાડુ 60 હજાર બતાવાયું છે. કોંગીના ઉમેદવાર હરીભાઈ પટેલએ રૂા.2,04,061નો ખર્ચ રજુ કર્યો છે. અગાઉ તેમણે રૂા.3,09,779નો હિસાબ આપેલ. તેમનો કુલ ખર્ચ હવે 5,13,840 અપક્ષ ઉમેદવાર મહેશભાઈએ પેટ્રોલ પાછળ 1450નો ખર્ચ અને સોલંકી ઉમેદભાઈએ પેટ્રોલ અને પ્રિન્ટીંગ પાછળ રૂા.10 હજારનો હીસાબ રજુ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy