દિલ્હી હાઈકોર્ટે રીએસેસમેન્ટ સામેની અરજી ફગાવ્યા બાદ આવકવેરા ખાતુ એકશનમાં

કોંગ્રેસને વધુ રૂા.1823 કરોડની ટેકસ નોટીસ ફટકારતુ આવકવેરા ખાતુ

India, Politics | 29 March, 2024 | 02:42 PM
2017-18 થી 2020-21 સુધીના આવકવેરા રીએસેસમેન્ટમાં મોટી જવાબદારી નિશ્ચિત કરી: હિસાબોમાં અનેક મોટી રકમના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળ્યા: લોકસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસની મુશ્કેલી વધી
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.29
લોકસભા ચૂંટણી સમયે જ આવકવેરા ખાતાની એક બાદ એક કાર્યવાહી તથા ખાતા ફ્રીઝ કરવા અને રૂા.105 કરોડની રિકવરી બાદ હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે અને દિલ્હી હાઈકોર્ટે 2017-18થી 2020-21 સુધીના કોંગ્રેસ પક્ષના આવકવેરા રિટર્નના રીએસેસમેન્ટ સામેની અરજી ફગાવી દીધા બાદ હવે આવકવેરા વિભાગે કોંગ્રેસને વધુ રૂા.1823 કરોડની ટેકસ નોટીસ ફટકારી છે.

ગઈકાલે જ હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા જ આવકવેરા વિભાગ એકશનમાં આવી ગયું હતું અને 2017-18થી 2020-21 દરમ્યાન કોંગ્રેસના બેન્ક ખાતા અને અન્ય નાણાકીય વ્યવહારોમાં મોટી અનિયમિતતા જોવા મળી હતી અને તેના આધારે હવે વ્યાજ તથા દંડ સહિતની જોગવાઈઓ મુજબ કોંગ્રેસને આ જંગી રકમની નોટીસ મળતા જ દેશના એક સમયના મુખ્ય રાજકીય પક્ષની નાણાકીય અને રાજકીય મુશ્કેલી વધી ગઈ છે.

હાલમા જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર લોકસભા ચૂંટણી સમયે જ તેમના પક્ષના બેન્ક ખાતાઓને ફ્રીઝ કરીને કોંગ્રેસ ચુંટણી લડી શકે નહી તેવું કરી રહી છે અને જુના એસેસમેન્ટમાં પણ ફરી એક વખત જવાબદારી ઉભી કરવા પ્રયત્ન કર્યો છે.

જો કે સરકારે તમામ કાર્યવાહીને કાનુની ગણાવી હતી. કોંગ્રેસ સામે 2014-15 થી 2016-17ના રીએસેસમેન્ટમાં રૂા.105 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે અને તેના બેન્ક ખાતામાંથી આ રકમની વસુલાત કરી લેવાઈ છે ત્યારે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ માટે મુશ્કેલી વધશે તે નિશ્ર્ચિત છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj