ઉદયનગરના મઘીબેન ખોડાનું હાર્ટએટેકથી મોત

Local | Rajkot | 27 June, 2024 | 04:48 PM
પોતાના ઘરે હતા ત્યારે પડખામાં દુ:ખાવો થતો હોવાનું કહેતા હોસ્પિટલે ખસેડતા સારવારમાં મોત થયું
સાંજ સમાચાર

રાજકોટ, તા.27

શહેરના ઉદયનગરમાં રહેતા મઘીબેન રામજીભાઇ ખોડા (ઉ.વ. 47) સવારે 11-30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ડાબી બાજુ પડખામાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતાં તેમને પ્રથમ ગુંદાવાડીના ખાનગી ક્લીનીકમાં ખસેડાયા હતા ત્યાં ડોકટરે હળવો એટેક હોવાનું કહેતા તુરંત 108 મારફત સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા હતા ત્યારે રસ્તામાં જ બેભાન થઇ ગયા હતા.

સીવીલ હોસ્પીટલના ઇમરજન્સી રૂમમાં ખસેડતા ત્યાંના તબીબે મૃત જાહેર કર્યા હતા.મઘીબેનને સંતાનમાં એક 13 વર્ષની દીકરી છે. પતિ રીક્ષા ચલાવે છે. મઘીબેન 3 બેન અને 2 ભાઇમાં સૌથી નાના હતા તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj