વિમા કંપનીઓ હોસ્પીટલો પાસે ‘ડિસ્કાઉન્ટ’ મેળવીને ખુદને માટે ‘રાહત’ મેળવે છે

મેડીકલેમ નથી? તો ઉંચુ હોસ્પીટલ બિલ ભરવા તૈયાર રહેજો

India | 29 April, 2024 | 09:57 AM
દેશની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલો મેડીકલેમ ના હોય તેવા દર્દીઓ પાસેથી પુરા અથવા વધુ ચાર્જ વસુલે છે : ‘આ દરેક કરે છે’ હોસ્પીટલનો બિન્દાસ જવાબ
સાંજ સમાચાર

નવી દિલ્હી: હોસ્પીટલમાં બિલથી ગમે તેવા મજબૂત હૃદયના વ્યક્તિને પણ ફરી બાયપાસ કરાવવી પડે તે રીતે ઉંચા આવી રહ્યા છે. અને તેમાં તમો જો મેડીકલેમ હોય તો રાહત મેળવી શકો છો પણ હાલમાં જ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો તમો મેડીકલેમ અને કેશલેસ સારવાર લેતા હો તો તમારૂ બિલ વધુ આવે છે.

તમારે પેમેન્ટ કરવાનું ન હોય તો ચિંતા કરતા નથી પણ તમોને ખીસ્સામાંથી મેડીકલ બિલ ચુકવવાનું હોય તો એક એક બિલ ચકાસો છો અને કદાચ મેડીકલેમ વગર તમારી સારવાર મોંઘી હોય છે તેવું પણ એક તારણ બહાર આવ્યું છે.

વાસ્તવમાં વિમા કંપનીઓ અને હોસ્પીટલો વચ્ચે કરાર હોય છે અને તમો જે સારવાર કરાવો છો તેના ચાર્જ અંગે અગાઉથી જ નિશ્ચિત હોય છે અને તેથી હોસ્પીટલ વિમા કંપનીઓ સાથેના કરાર મુજબ જ બિલ બનાવે છે અને તમોને ભાગ્યે જ તેનો ખ્યાલ હોય છે પણ સારવાર માટે દાખલ થતા દર્દીને વધુને વધુ કેસ ફ્રી અને કન્સલટેશન ચાર્જ અંગે માહિતી અપાય છે અથવા તેના બોર્ડ મુકવામાં આવે છે પણ જેમ જેમ સારવાર વધતી જાય તેમ તેમ પછી જે ચાર્જ વસુલાય છે તેમાં દર્દીને કોઈ દલીલ કરવાની તક ભાગ્યે જ રહે છે.

હાલમાં જ એક અભ્યાસમાં દિલ્હી અને ગુરૂગ્રામની હોસ્પીટલો જે ખૂબ જ પ્રખ્યાત છે તેના મેડીકલેમ સાથે અને મેડીકલેમ વગરના જે સારવાર બિલો બને છે તેનો રસપ્રદ અભ્યાસ કરાયો જેમાં જાણવા મળ્યું કે જેઓ પાસે મેડીકલેમ છે તેના કરતા આ મેડીકલેમ વગરના દર્દીઓ સારવારનો ખર્ચ વધુ ચુકવે છે.

દિલ્હીની ફોર્ટીસ હોસ્પીટલનું જ ઉદાહરણ અપાયુ છે. જેમાં ફુડ પોઈઝનીંગ માટે દાખલ થયેલા એક દર્દીને ટવીન શેરીંગ (બે દર્દીઓ)નો કુલ રૂા.8400ના દૈનિક ભાડાથી અપાયો હતો. નર્સીંગ સેવા- બાયોમેડીકલ વેસ્ટ આ પ્રકારના ચાર્જ અલગથી લેવાયા હતા.

આ દર્દીએ દાખલ થતા સમયે તેનો મેડીકલ પોલીસી- સહિતની માહિતી આપી હતી. બે દિવસમાં કંપનીએ તેનો કલેમ મળ્યાનો ઈ-મેલ પણ મોકલ્યો હતો પણ કંપનીએ તેનો કલેમ પેમેન્ટમાં મોડુ કરતા તેણે ખુદે હોસ્પીટલ બિલ મોકલ્યુ હતું.

બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, વિમા પોલીસીમાં ડિસ્કાઉન્ટ રેટ હોય છે પણ દર્દીને જો ચુકવવાના હોય તો પુરો કે વધુ ચાર્જ વસુલાય છે. આ માહિતી દર્દીને અપાતી નથી અને મેડીકલેમ કરતા દર્દીને જો બિલ ચુકવવાનું હોય તો 27% જેઓ વધુ ચાર્જ લગાવે છે. વિમા કંપનીઓ એક સાથે અનેક હોસ્પીટલો સાથે જોડાયેલી હોય છે અને તે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરે છે.

જેમ વધુ મેડીકલેમ ધરાવતી કંપની તેમ તેને વધુ ડિસ્કાઉન્ટ મળે છે. ખાનગી હોસ્પીટલોના ચાર્જ અંગે હાલમાં જ સુપ્રીમે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો પણ તેના પર કોઈ ઓથોરીટી નથી તેથી તેમાં વધુ ચાર્જ માટે ગ્રાહકોને વ્યક્તિગત રીતે વધુ ઉંચુ બિલ ચુકવવા મજબૂર કરે છે.

ફોર્ટીસ હોસ્પીટલે પણ સ્વીકાર્યુ કે, આ ક્ષેત્રમાં તે દરેક હોસ્પીટલો કરે છે. એક સ્ટાન્ડર્ડ રેટમાં વિમા કંપનીઓ સાથે જે કરાર હોય છે તેના ડિસ્કાઉન્ટ અપાય છે. જેના કારણે મેડીકલેમમાં બિલ ઓછુ હોય છે જે લાભ મેડીકલેમ ન હોય તે દર્દીને મળતો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj