સૌરાષ્ટ્રે મને પ્રથમ વખત ધારાસભ્ય બનાવ્યો, કંઈ કાચો પડયો હોય તો કહેજો: ટંકાર

શાહજાદાને વડાપ્રધાન બનાવવા પાકિસ્તાનને ઉતાવળ છે : મોદી

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 02 May, 2024 | 03:53 PM
ગુજરાતમાં ચૂંટણી પ્રચારના બીજા દિવસે આણંદ બાદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર-જુનાગઢમાં વડાપ્રધાનનું કોંગ્રેસ પર કાર્પેટ બોમ્બીંગ: ધર્મ આધારીત અનામત નહી આપે તે કોંગ્રેસ લેખીતમાં આપે: પડકાર
સાંજ સમાચાર

રાજકોટ: ગુજરાતમાં રસપ્રદ બની રહેલી લોકસભા ચૂંટણીમાં રાજયમાં ફરી એક વખત ભાજપ અને મોદીનો વેવ સર્જનાર બે દિવસના ચૂંટણી પ્રચારમાં આજે અંતિમ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક તરફ અનામત મુદે કોંગ્રેસ સહીત ઈન્ડી ગઠબંધનને પડકાર ફેંકયો હતો.

સાથોસાથ કાશ્મીરની કલમ 370ની નાબુદી કરીને તેમની સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કર્યુ હોવાનું જણાવ્યું હતું. ગઈકાલથી જ રાજયનો વાયુવેગે પ્રચાર કરી રહેલા શ્રી મોદીએ આજે પહેલા આણંદ અને બાદમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર તથા જુનાગઢમાં જંગી મેદનીને સંબોધી હતી અને સાંજે તેઓ જામનગરમાં પણ સભાને સંબોધશે.

શ્રી મોદીએ સુરેન્દ્રનગરની સભામાં હકડેઠઠ મેદનીને સંબોધનમાં કહ્યું કે, 10 વર્ષ પુર્વે દુનિયા ભારતને કંગાળ દેશ તરીકે જોતી હતી આજે આપણો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. શ્રી મોદીએ કોંગ્રેસને રોંગ ડીલીવરી પાર્ટી તરીકે પણ ઓળખાવી હતી અને પાકિસ્તાન પર પણ જબરા પ્રહાર કર્યા હતા તો જણાવ્યું કે કોંગ્રેસ અને તેના ચટ્ટાબટ્ટાને ત્રણ મુદાઓ પર પડકાર ફેંકુ છું. હું પૂછવા માંગુ છું કે જેઓ 75 વર્ષ સુધી બંધારણની વાત કરતા હતા પણ શું આપણું બંધારણ આખા દેશમાં લાગુ પડતુ હતું.

કાશ્મીરમાં અલગ બંધારણ, અલગ ધ્વજ અને અલગ વડાપ્રધાન હતા. મે કલમ 370ની નાબુદી કરીને સરદાર પટેલના સ્વપ્નને પુરુ કર્યુ છે. પાકિસ્તાનને પણ આડે હાથે લેતા તેઓએ કહ્યું કે જે દેશ કયારેક આતંકીઓને સમર્થન કરતુ હતુ અને હાથમાં બોંબ લઈને ફરતુ હતું તે આજે દુનિયામાં કટોરો લઈને ફરે છે. શ્રી મોદીએ અનામત મુદે પણ કોંગ્રેસને કહ્યું કે તે કદી ધર્મ આધારીત અનામત નહી આપે ઓબીસી અને એસટી, એસસીની અનામતમાં બીજાને ઘુસાડશે નહી તે લેખિતમાં આપે તે મારો પડકાર છે.

શ્રી મોદીએ પાકિસ્તાન પર ફરી પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાનને હવે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની ઉતાવળ છે. સંજોગો જુઓ કે દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે અને પાકિસ્તાન રોઈ રહ્યું છે. કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાગીદારી ખુલ્લી પડી ગઈ છે. પાકિસ્તાન ઈચ્છે છે કે શાહજાદા જલ્દી ભારતના વડાપ્રધાન બને, તે શિવ અને રામભકતોને પણ લડાવવા માંગે છે. રાહુલ ગાંધીના વિધાનોને ટાંકતા કહ્યું કે તે દેશમાં શક્તિનો વિનાશ કરવા માંગે છે.

શ્રી મોદીએ રાજકોટમાં તેમની પ્રથમ ચુંટણીને યાદ કરી હતી અને કહ્યું કે સૌરાષ્ટ્રે મને પ્રથમ વખત ધારાસભ્ય બનાવ્યો અને પછી હું કયાંય કાચો પડયો હોવ તો જણાવજો, આપણે કયારેય નાનુ વિચારતા નથી, સ્ટેચ્યુ બનાવ્યુ તો પણ દુનિયાનું સૌથી ઉંચુ, સ્ટેડીયમ બનાવ્યુ તો પણ દુનિયાનું સૌથી મોટુ બનાવ્યુ છે. શ્રી મોદીએ મતદાનમાં રેકોર્ડ બનાવવાની અપીલ કરી હતી.

આ સભામાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા, ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બાંભણીયા પણ ઉપસ્થિત હતા.

કોંગ્રેસ રોંગ ડીલીવરી પાર્ટી: કટાક્ષ
કોંગ્રેસ હંમેશા રોંગ ડિલીવરી વારી પાર્ટી છે, દેશને આઝાદી અપાવવાની હતી, તો તેઓએ દેશના ભાગલા પાડી નાખ્યા, દેશનો વિકાસ કરવાનો હતો એના બદલે જે હતું તે પણ લૂંટી લીધું. ગરીબોના રૂપિયા ગરીબો પાસે જવા જોઇએ તેના બદલે કોંગ્રેસની તીજોરીમાં પહોંચી ગયા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj