સુરેન્દ્રનગરનાં યુવાનની ડેડબોડી પાર્સલ સમજીને અન્ય સ્થળે પહોંચી ગઈ: એરપોર્ટની બેદરકારી સામે, સ્વજનોએ સવાલો ઉઠાવ્યા

Technology | Surendaranagar | 29 March, 2024 | 01:09 PM
ઓસ્ટ્રેલિયામાં તળાવ ડુબી જતા જોરાવરનગરના યુવાનનું મોત થતા પરિવારજનો મૃતદેહ મેળવવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં: મુંબઈની કંપનીએ કાર્ગો ફલાઈટમાં આવેલી ડેડબોડી સ્પેરપાર્ટસ સમજી અન્ય સ્થળે પહોંચાડતા સ્વજનોમાં દોડધામ મચી: અંતે ડેડબોડી મળતા અંતિમ સંસ્કાર અપાયા
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર ખાતે રહેતા યુવાનનું વિદેશ અભ્યાસ દરમિયાન તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું  ત્યારે તેની ડેટ બોડી વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર બાઈ પ્લેન દ્વારા મોકલવામાં આવી હતી ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવેલી લાશને સ્પેરપાર્ટ સમજી અને અન્યને સોંપી દેવામાં આવી હતી ટેમ્પોમાં ડેટ બોડી નાખી હોટલ પાછળની બિલ્ડિંગમાં પહોંચાડી અને વાલસોયા દીકરા નું મોઢું જોવા માટે પિતા પાછળ પાછળ દોડતા રહ્યા સામાન્ય રીતે કોઈ નાની મોટી વસ્તુ કે ફ્રુટ ડિલિવરી એક એડ્રેસ ના બદલે બીજા એડ્રેસ પર પહોંચી જવાની શક્યતા હોય છે.

પરંતુ કોઈની લાશ પોતાના પરિવારના બદલે અન્ય પાસે પહોંચી જાય તો તેને ખબર તો જ કહેવાય બસ આવો જ છબડકો અમદાવાદ એરપોર્ટ પર થયો ત્યારે પરિવાર અને મૃતકના પિતાની આક્ષેપો સાથે આવી એરપોર્ટની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ત્યારબાદ સ્પેરપાર્ટ સમજી અને ડેટ બોડીને જે જગ્યાએ મોકલી દેવામાં હતી ત્યાંથી પરત મંગાવી અને પરિવારને સોંપવામાં આવી હતી ત્યારે ભારે ઓરેરાટી દ્રશ્યો સામે આવ્યા હતા.

 ત્યારે આજે જોરાનગર ખાતેથી વિદેશ ખાતે અભ્યાસ કરતા યુવાનો મૃતદેહ  જોરાવર નગર ખાતે આવ્યો ત્યારે કંસારા સમાજમાં પણ ભારે અરે રાતી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે તેના સ્ટેશન રોડ ખાતેથી તેના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી હતી ત્યારે અમદાવાદ એરપોર્ટની ઘટનાને સમગ્ર કંસારા સમાજે પણ વકોડી કાઢી હતી અને એક તો યુવાનનો મૃતદેહ 11 દિવસે પોતાના માધરે વતન આવ્યો ત્યારે ચારથી પાંચ કલાક સુધી એરપોર્ટ ઉપરથી માલ સામાન સમજી અને તેના ડેડબોડીને અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવતા પરિવારની કલાકો સુધી યુવાન પુત્રના મૃત દેને જોવા માટે તલાશતા રહ્યા અને ત્યારબાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો.

અમદાવાદ એરપોર્ટ પર આવેલી લાશને સ્પેરપાર્ટ સમજી અન્યને સોંપી:ટેમ્પોમાં ડેડબોડી નાંખી હોટલ પાછળની બિલ્ડિંગમાં પહોંચાડી, વહાલસોયાનું મોં જોવા દોડતો રહ્યો પરિવાર સામાન્ય રીતે કોઈ નાની મોટી વસ્તુ કે ફૂડ ડિલિવરી એક એડ્રેસના બદલે બીજા એડ્રેસ પર પહોંચી જવાની શક્યતા હોય છે. પરંતુ કોઈની લાશ પોતાના પરિવારને બદલે અન્ય પાસે પહોંચી જાય તો તેને છબરડો જ કહેવાય.

બસ આવો જ છબરડો અમદાવાદ એરપોર્ટ પર થયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર ઓસ્ટ્રેલિયાથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક યુવકની લાશ હતી. આ યુવકની લાશ અને તેના પરિવારની ખરાઈ કર્યા વિના કોઈ ત્રીજા વ્યક્તિને સોંપી દેવાતા યુવકનાં પરિવારજનોએ આ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દરરોજ 240 જેટલી ફ્લાઇટની અવરજવર રહે છે. તેની સાથે સાથે કાર્ગો ફ્લાઇટની પણ મોટા પ્રમાણમાં અવરજવર રહે છે, ત્યારે 27 માર્ચ, 2024ના રોજ ઓસ્ટ્રેલિયાથી આવેલી એર ઈન્ડિયાની કાર્ગો ફ્લાઈટમાં સુરેન્દ્રનગરના ઝીલ ખોખરા નામના યુવકની લાશ હતી. આ ડેડબોડી લેવા માટે તેમના પરિવારજનો પણ એરપોર્ટ પર આવી ગયાં હતાં.

પરંતુ તેઓ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જાણ થઈ કે, ઝીલની ડેડબોડી મુંબઈની કોઈ કંપનીના સ્પેરપાર્ટ સમજીને અજાણી વ્યક્તિને સોંપી દીધી હતી. જો કે હદ તો ત્યાં થઈ કે કોફીનમાં પેક કરેલી ડેડબોડી પર મોકલનાર જે.બી. ડાયલ્સ ફ્યુનરલ્સ લખ્યું હોવાછતાં ગંભીર ભૂલ કરી દીધી. આ વાતથી એર ઇન્ડિયા પણ અજાણ છે. એર ઈન્ડિયાની આટલી મોટી બેદરકારી બાદ એરલાઇન્સ દ્વારા દોષનો ટોપલો અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી પર નાખવામાં આવ્યો છે. મૃતકનાં પરિવારજનોએ ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ આ બાબતે કડક પગલાં લેવા માંગ કરી છે.

મૂળ સુરન્દ્રનગરના વતની એવા ઝીલ ખોખરા 17 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા બીચ પર નાહવા માટે ગયો હતો. તેની સાથે સાથે બે અન્ય વ્યક્તિ પણ હતા. તેઓ જ્યારે સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તણાવાને કારણે ડૂબી ગયા અને ત્રણેયને બ્રાયના હર્સ્ટ નામની મહિલા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે તેઓ બેભાન હાલતમાં હતા. જેમાંથી ઝીલનું મોત થઈ ચૂક્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઝીલ ખોખરા પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે મે, 2023માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે મેલબોર્નમાં આવેલી લા ટ્રોબે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો.

મૃતકનાં પરિવારજનો દ્વારા એરપોર્ટ સમક્ષ ઝીલની ડેડબોડી સ્વીકારવા આવ્યા હોવાનું જણાવ્યું ત્યારે એરપોર્ટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે તેની લાશ અન્ય કોઈ સ્થળ પર પહોંચી ગઈ છે. ત્યાર બાદ એરપોર્ટ ઓથોરિટી અને પરિવારજનો દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. આ સીસીટીવીમાં કોઈ લોડિંગ ટેમ્પોમાં મુંબઈની કંપનીના સ્પેરપાર્ટ્સ સમજીને ડેડબોડી મૂકી દેવામાં આવી હતી.

ત્યારબાદ આ ટેમ્પો અમદાવાદની જાણીતી હોટલની પાછળ આવેલી કોર્પોરેટ બિલ્ડિંગમાં પહોંચ્યો હતો, અને ત્યાં ડેડબોડીને પેક કરીને મૂકવામાં આવી હોવાની સમગ્ર બાબતની જાણકારી મળતાં પરિવારજનો દ્વારા તે સ્થળ પર પહોચીને લાશ સ્વીકારવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj