ટેલિગ્રામ એપ્લિકેશનમાં અજાણી લિંકથી સાવધ રહેજો: બેન્ક ખાતુ સાફ થઈ શકે છે

Technology | 06 May, 2024 | 10:50 AM
ઘેરબેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી લોકોને ફસાવવામાં આવે છે : અજાણી લિંક કયારેય ઓપન ન કરવી
સાંજ સમાચાર

અમદાવાદ,તા.6
 ટેલિગ્રામ એપ્લીકેશનમાં ઘેર બેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી લોકો બેન્ક ખાતા સાફ કરવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ટેલીગ્રામ એપ્લીકેશનમાં આવતી અજાણી લિંક ઓપન કરતા પહેલા ચેતી જવું જરૂરી છે.

એક સમયે ટેલીગ્રામ સૌથી વિશ્વસનીય એપ્લીકેશન મનાતી હતી હવે તેના મારફતે વધુ ઠગાઈ થતી હોય તેવા કિસ્સા ધ્યાને આવ્યા છે. ટેલીગ્રામ મારફતે યુદ્ધ અને એકાકી જીવન ગુજારતા હોય અને બેકાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવુ બની રહ્યું છે.

ટેલિગ્રામ એપ્લીકેશન મૂળ તો ભારતીય છે.સાયબર ગઠીયા તેની પર લિંક મોકલીને ટ્રેડીંગ કંપનીમાં ઈન્વેસ્ટ કરવાથી લઈને ઘેર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપીને વૃદ્ધ કે યુવાનોને ફસાવે છે. સાયબર ગઠીયા ટેલીગ્રામમાં એકાઊન્ટ ધરાવનારા લોકોને કરવામાં આવેલ પોસ્ટ અને પ્રોફાઈલનો અભ્યાસ કરે છે.

ત્યારબાદ તે મુજબની સ્કીમ અંગેનો મેસેજ સેન્ડ કરીને લાલચ આપે છે.વૃદ્ધોને ઈન્વેસ્ટમેન્ટ સંદર્ભની લીંક મોકલે છે. ત્યારે યુવાનોને ઘેર બેઠા લાખો રૂપિયા કમાવા છે? તે મુજબની લીંક મોકલતા હોય છે. વ્યકિત લાલચમાં આવીને લીંક પર કલીક કરી બેસે ત્યાથી સમગ્ર ખેલ શરૂ થઈ જતો હોય છે. જુદા જુદા ટાસ્કની ઓફર આપીને થોડા ઘણા રૂપિયા બેંક એકાઉન્ટે મોકલી આપે છે બાદમાં એકાઉન્ટમાં રહેલા લાખો રૂપિયા સેરવી લેવામાં આવે છે. હોટેલમાં રેટીંગ વધારવાનાં છે. અથવા તો રિવોર્ડ પોઈન્ટ મળ્યા છે. 

લીંક પર કલીક કરો નહીંતર જતા રહેશે.ટે્રડીંગમાં ઈન્વેસ્ટ કરીને લાખો રૂપિયા કમાવા મળશે.આ પ્રકારનાં મેસેજ કરીને છેતરપીંડી આચરવામાં આવતી હોય છે. આવા એક કિસ્સામાં ગત 25 એપ્રિલ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી કે યુવકને હોટેલ બુકીંગ કરવાથી કમીશન મળશે તેવી જાહેરાત જોઈ લલચાઈને યુવક બેંક ખાતાની વિગતો પણ આપી દેતા જુદા જુદા બહાના હેઠળ યુવકનાં ખાતામાંથી સાયબર ગઠીયાઓએ રૂા.2.60 લાખ સેરવી લીધા હતા.

 

ટેલિગ્રામ થકી છેતરપીંડી અંગે સાયબર એકસપર્ટનું શું માનવુ છે
કોઈપણ સોસ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ફીશીંગ લીંક આવતી જ હોય છે. તમે જે ડીટેલ આપો છો તે થર્ડ પાર્ટી એપ્લીકેશન મારફતે આપો છો સૌથી અગત્યનું છે કે તમારા સોશ્યલ મીડીયામાં આવેલી કોઈપણ અજાણી લીંકને કયારેય ઓપન કરવી જોઈએ નહિં તરત જ ડીલીટ કરી દેવી જોઈએ.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj