ટેકનીક અપડેટ : ગૂગલ મીટમાં અનોખું ફીચર

Technology | 30 April, 2024 | 12:12 PM
સાંજ સમાચાર

ગૂગલ મીટ એક પ્રખ્યાત મીટિંગ એપ્લિકેશન છે. તેમાં એક નવું ફીચર આવ્યું છે, જે યુઝર્સને ઘણી સુવિધા આપશે. આ ફીચરની મદદથી યુઝર્સ કોલ દરમિયાન બે અલગ-અલગ ડિવાઇસ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે છે.

આ ફીચરની શરૂઆત પહેલા યુઝર્સે પહેલા એક ડિવાઈસ પર કોલ ખતમ કરવાનો હતો અને પછી બીજા ડિવાઈસ પર કોલ સાથે કનેક્ટ થવું પડતું હતું. ગૂગલના જણાવ્યા અનુસાર, આ ફીચર વર્કપ્લેસ અને પર્સનલ એકાઉન્ટ બંને માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ફીચર યુઝર્સને મીટિંગમાં જોઇન કરતી વખતે દેખાશે.

રીલ્સ અને પોસ્ટ જોવા માટે ચૂકવણી કરવી પડશે
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Instagram પર એક નવું ફીચર આવી રહ્યું છે જેમાં તમારે તમારા મનપસંદ ક્ધટેન્ટ ક્રિએટરને ફોલો કરવા માટે પૈસા ચૂકવવા પડશે, જેના કારણે તમે પેઇડ સબસ્ક્રિપ્શન દ્વારા તમારા મનપસંદ કન્ટેન્ટ ક્રિએટરને સપોર્ટ કરી શકશો. ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચરનું નામ સબસ્ક્રિપ્શન સ્ટોરીઝ ટીઝર છે, જેમાં સબસ્ક્રાઇબર ન હોય તેવા લોકોએ ક્ધટેન્ટ સર્જકોની સામગ્રી જોવા માટે પૈસા ચૂકવવા પડશે.

વોટ્સએપ પર મનપસંદ ચેટની ઍક્સેસ સરળ બનશે
મેસેજિંગ એપ WhatsApp પર ટૂંક સમયમાં એક નવું ફીચર આવી રહ્યું છે, જેનું નામ ફેવરિટ ચેટ ટેબ છે. આ ફીચરમાં, યુઝરને એક ખાસ ફિલ્ટરની ઍક્સેસ હશે, જે ચેટ ટેબમાંથી તેમની મનપસંદ સૂચિની તાત્કાલિક ઍક્સેસની ખાતરી કરશે.

રિપોર્ટ અનુસાર, આ ફીચર એપના ભવિષ્યના અપડેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવું ટૂલ વપરાશકર્તાઓને ચોક્કસ સંપર્કો અને જૂથોને મનપસંદ તરીકે ચિહ્નિત કરવાની મંજૂરી આપશે, જે મહત્વપૂર્ણ ચેટ્સને પ્રાથમિકતા આપવાનું સરળ બનાવે છે અને તેઓ જે લોકો સાથે વારંવાર જોડાય છે તેઓ સુધી પહોંચવાનું સરળ બનાવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj