નવી દિલ્હી, તા.9
ગુગલે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે પર્સનલ ડિજિટલ વોલેટ રજૂ કર્યું છે. તેમાં યુઝર્સને લોયલ્ટી કાર્ડ અને ગિફ્ટ કાર્ડ, પબ્લિક વ્હીકલ પાસ અને અન્ય વસ્તુઓ રાખવાની સુવિધા મળશે.
Google Wallet પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ભારતમાં બુધવારથી ડિજિટલ વોલેટ સેવા શરૂ થઈ છે. Google Wallet સેવાઓ હાલમાં લગભગ 80 દેશોમાં પૂરી પાડવામાં આવે છે.
ગુગલના જનરલ મેનેજર અને ઈન્ડિયા એન્જિનિયરિંગ લીડ (એન્ડ્રોઈડ) રામ પાપતલાએ કહ્યું કે, ગૂગલ પે ક્યાંય જઈ રહ્યું નથી. તે પ્રાથમિક ચુકવણી એપ્લિકેશન રહેશે. વોલેટ ખાસ કરીને બિન-ચુકવણીના ઉપયોગના કેસ માટે રચાયેલ છે.
આ નવી સેવા માટે ગુગલે એર ઈન્ડિયા, ઈન્ડિગો, ફ્લિપકાર્ટ, પાઈન લેબ્સ, કોચી મેટ્રો, પીવીઆર અને આઈનોક્સ જેવી 20 ભારતીય બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy