રાજકોટ, તા. 3
સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ વિરામ વચ્ચે પણ જુદા જુદા જિલ્લાનાં 14 ડેમોમાં વધુ 0.5થી 12.50 ફુટ સુધીના નવા નીરની આવક થઇ હતી. ખાસ કરીને દ્વારકા જિલ્લાનાં વેરાડી-2 ડેમમાં 12.5 ફુટ અને વર્તુ-2 ડેમમાં પણ 4.5 ફુટ નવા પાણીની આવક થવા પામી હતી.
જયારે શેઢાભાડથરીમાં 0.33 ફુટ અને કાબરકા ડેમમાં અઢી ફુટ નવા પાણીની આવક છેલ્લા 24 કલાકમાં થવા પામી હતી. તેમજ રાજકોટ જિલ્લાનાં અર્ધો ડઝન ડેમોમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન નવા પાણીની આવક થવા પામી હતી. જેમાં ભાદર-1 ડેમમાં પણ 0.5 ફુટ, ફોફળમાં 0.23 ફુટ, વેણુ-2માં દોઢ ફુટ તથા આજી-3માં પોણા બે ફુટ અને સોડવદરમાં અઢી ફુટ તથા ન્યારી-2 ડેમમાં 0.33 ફુટ નવું પાણી આવ્યું હતું.
ઉપરાંત મોરબી જિલ્લાનાં ચાર ડેમોમાં પણ છેલ્લા ર4 કલાક દરમ્યાન ચાર ડેમોમાં નવા નીરની આવક થઇ હતી. જેમાં મચ્છુ-2માં પોણો ફુટ, ડેમી-2માં એક ફુટ, ઘોડાધ્રોઇમાં દોઢ ફુટ તથા બંગવાડીમાં પોણો ફુટ અને મચ્છુ-3માં 0.30 ફુટ નવા પાણીની આવક થવા પામી હતી.
જયારે જામનગર જિલ્લાનાં એક માત્ર ડાઇમિણસર ડેમમાં અઢી ફુટ નવા નીરની આવક થવા પામી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy