જુનાગઢ સરકારી આયુર્વેદ કોલેજનાં લેકચરર પાસેથી રૂા.12 લાખ પડાવનાર વડોદરાની મહિલા સહિત બે ઝબ્બેે

Saurashtra | Junagadh | 03 July, 2024 | 12:12 PM
આરોપીઓને બે દિવસનાં રીમાન્ડ ઉપર લેતી સાયબર પોલીસ
સાંજ સમાચાર

જુનાગઢ તા.3
 જુનાગઢની સરકારી આયુર્વેદીક કોલેજના લેકચરર અને મુળ પશ્ર્ચિમ બંગાળના રહીશ અભિતાબ અનાથ પામદરાને થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સોએ કસ્ટમ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી મુંબઈથી તાઈવાન મોકલવામાં આવેલ પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે, જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે.

આપને 90 દિવસની જેલ થવાની છે તેમ કહી ડરાવી છ દિવસ સુધી કેમેરા સામે ઓનલાઈડ વીડીયો ચાલુ રાખી દંપતિને ઘરમાં ગોંધી રાખેલ બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂા.14.18 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવા અંગે ફરીયાદ નોંધાવતા બનાવની ગંભીરતા લઈ જુનાગઢ સાઈબર પોલીસે જીણવટભરી તપાસમાં વડોદરાની એક મહિલા અને એક શખ્સની ધરપકડ કરી છે. જેમના બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

 જુનાગઢ સરકારી આયુર્વેદીક કોલેજમાં ફરજ બજાવતા લેકચરર અભિતાબ અનાથ માપદરાને અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ જે હિન્દીમાં વાત કરતા પોતે કસ્ટમ અધિકારી હોય તાઈવાનથી પાર્સલ મોકલ્યું છે તેમાં ક્રેડીટ કાર્ડ, 35 હજાર રોકડા, કપડા ડ્રગ્સ અમારી તપાસમાં મળવા પામેલ જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયેલ જણાવતા લેકચરર ગભરાઈ ગયેલ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીનો સંપર્ક કરાવી આપું છું તેમ કહી અન્ય વ્યકિત સાથે વાત કરાવી હતી તે વ્યકિતએ કહેલ કે જયાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી તમારા ફેમીલીએ ઓનલાઈન વીડિયો કોલમાં રહેવું પડશે.

તેમ કહી 6 દિવસ સ્કાઈપી એપ ડાઉનલોડ કરી ડરાવી ગોંધી રાખ્યા હતા. બાદમાં અજાણ વ્યકિતએ જુનાગઢના દંપતિને આધારકાર્ડ બતાવી તેનો ઉપયોગ કર્ણાટક અને ગોવામાં થયો છે. જેના આધારે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે વિદેશથી રૂપિયા મોકલ્યા છે તમારા વિરૂધ્ધના પુરાવા મળ્યા છે. 90 દિવસ જેલમાં જવું પડશે તેમ કહી ડરાવી રૂા.14.18 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. 

તેઓએ પરિવારને જાણ કરતા છેતરાયાનું માલુમ પડયું હતું. બાદ જુનાગઢ સાઈબર પોલીસમાં ફરીયાદ નોંધાવતા સાયબર પોલીસે વડોદરામાં અહેમદ પાર્ક, રામ પાર્ક સોસાયટી, આજવા રોડ પર રહેતો ફૈયાઝ અસગર રાજકોટ વાલા અને શ્રીકુંજ ગ્રીન સોસાયટી, લક્ષ્મીપુરા ન્યુ અલ્કાપુરી વડોદરાની રચના વિહંગ ગાંધીને દબોચી લઈ જુનાગઢ લાવી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj