રાજકોટ,તા.28
સોના-ચાંદીમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ફરી ચાંદીમાં રૂા.500 અને ચાંદી રૂા.1100નો વધારો થયો છે. જેને પરિણામે સોનુ 74100 અને ચાંદી 90600 એ પહોંચ્યુ છે. છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં 2000નો ઘટાડો થતા 90000ની નીચે સરકયુ હતુ. પરંતુ આજે ફરી 90000ની ટોચે પહોંચી ગયુ છે. વૈશ્વિક ઉથલ પાથલના કારણે ફરી ભાવ ઉંચકાયા છે.
અમેરિકન ડોલરની નરમાઈથી સોનામાં મજબૂતી વધી છે. વળી ઈઝરાયેલ હેઝબુલ્હા આતંકવાદીઓને ટાર્ગેટ કરી લેબનોન પર એટેક વધારતા સોનાનો જિઓપોટિકલ ટેન્શનનો પણ સપોર્ટ મળ્યો હતો. ડોલરની રેન્જ 2315 થી 2316ની રેન્જમાં હતી. જેને પગલે આજે ફરી ઘટાડો નોંધાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy