રાજકોટ,તા.28
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે વહેલી સવારની એર ઈન્ડિયાની મુંબઈ જતી ફલાઈટ સવા ત્રણ કલાક મોડી ઉપડતા મુંબઈ જનારા પ્રવાસીઓ સવારનાં બદલે બપોરે પહોચ્યા હતાં.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે સવારે એર ઈન્ડિયાની મુંબઈ-રાજકોટ- મુંબઈ ફલાઈટ તેના નિર્ધારીત સમયે સવારે 7.40 કલાક આસપાસ લેન્ડ થઈ હતી. જે ફલાઈટ 8.40ના બદલે ટેકઓફ થવાના બદલે 11.15 મીનીટે ટેકઓફ થઈ મુંબઈ જવા ઉડી હતી.
ટેકનીકલ કારણોસર એર ઈન્ડિયાની મુંબઈ ફલાઈટ સાડાત્રણ કલાક મોડી ઉડતા સવારના બદલે મુસાફરો બપોરે મુંબઈ પહોંચ્યા હતાં.મુંબઈ જવા માટે વહેલી સવારે જ એરપોર્ટ પહોંચી ગયેલા મુંબઈ જનારા યાત્રીકોને એરપોર્ટમાં પાંચ કલાક જેવા સમય વિતાવવો પડયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy